કમલમમાં લાગવગથી થાય છે બધુંઃ મેવાણી ગાંધીનગરઃગાંધીનગરની પોલીસ કરાઈ એકેડેમીમાં બોગસ યુવાન PSIની તાલીમ લઈ રહ્યો હતો. સરકારે સિક્રેટ ઑપરેશન બહાર પાડીને તેનો ખુલાસો કર્યો છે. આવામાં આજે વિધાનસભા ગૃહમાં 116ની નોટિસ મુજબ, કૉંગ્રેસે આ બાબતે ચર્ચા કરવાની વાત કરી હતી, પરંતુ નિયમો પ્રમાણે થઈ શકી નહતી અને અંતે કૉંગ્રેસે પ્લેગાર્ડ દર્શાવી વિરોધ કરીને વોકઆઉટ કર્યું હતું.
આ પણ વાંચોઃBogus PSI : બોગસ PSIની ટ્રેનિંગ મામલે ગૃહમાં હોબાળો, કોંગ્રેસ-'આપ'ના ધારાસભ્યો એક દિવસ માટે સસ્પેન્ડ
કૉંગ્રેસના સભ્યો એક દિવસ માટે સસ્પેન્ડઃ ત્યારબાદ કૉંગ્રેસના તમામ સભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો છે. ત્યારે કૉંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ETV Bharat સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, ગમે તેટલી વખત સસ્પેન્ડ કરશે અમે સસ્પેન્ડ થવા માટે તૈયાર છીએ, પરંતુ અમે આ મુદ્દો તો હંમેશા ઉઠાવીશું.
કૌભાંડ વિશે તમે કૉંગ્રેસના ધારાસભ્યનો મતઃકૉંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ PSI કૌભાંડ અંગે જણાવ્યું હતું કે, હજી સુધી ગુજરાત વિધાનસભાના સન્માનની મંચ ઉપર રાજ્ય સરકાર કે આપણા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ ગુજરાતમાં 13 જેટલી પરીક્ષા પેપર ફૂટ્યા છે કે, 33 પરીક્ષાના પેપર ફૂટ્યા છે. તે બાબતે સરકાર કોઈ ખુલાસો કરવા માગતી નથી. તેમ જ સરકાર પેપરકાંડનો કાયદો લાવી તે ફક્ત ફોર્માલિટી છે.
કમલમમાં લાગવગથી થાય છે બધુંઃ તેમણે ઉંમેર્યું હતું કે, ગુજરાતમાં પહેલાં પેપર ફૂટી જતા હતા. અહીંયા તો હવે પેપર અને પરીક્ષા આપવાની વાત જ નથી. હવે ગાંધીનગર અને કમલમમાં જેની લાગવગ છે. તેની પાસે પહોંચી જાઓ અને રાતોરાત તમે PSI બની જાઓ. આટલું જ નહીં, ગુજરાતમાં જે સામાન્ય લોકો ગરીબ પરિવારના યુવાનો PSIની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. તેમના સપના રગદોળી નાખો એવા આક્ષેપ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ કર્યા હતા.
વિપક્ષ તરીકે અમારી જવાબદારીઃધારાસભ્યએ વધુમાં જણાવ્યું હતું કે, વિપક્ષ તરીકે અમારી ફરજ બને છે કે, વિધાનસભામાં આ અંગે ચર્ચા થવી જોઈએ અને સરકારને કોઈ લેવાદેવા ન હોય અને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવાનું હોય તો શા માટે ચર્ચાથી દૂર ભાગે છે તેવા પ્રશ્નો પણ તેમણે કર્યા હતા. જ્યારે આ સમય નિયમોને ચુસ્ત રીતે વળગી રહેવાનો નથી, પરંતુ યુવાઓના હિત માટે જરૂર પડે તો નિયમ તોડીને વિધાનસભામાં રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે જવાબ આપવો જોઈએ.
હજી સુધી કોઇની ધરપકડ નહીંઃતેમણે વધુમાં આક્ષેપ કર્યા હતા કે, સમગ્ર ઘટનાને 48 કલાકથી વધુ સમય થયો છે. તેમ છતાં હજી સુધી કોઈની ધરપકડ થઈ નથી. એટલે આ ગુજરાતની અંદર કેટલા કેસ હશે? કેટલા અધિકારીઓ ગેરકાયદેસરથી ઘુસી ગયા છે? તેની કોઈ માહિતી પણ નથી અને તમારા કયા અધિકારીને તપાસો આપી રહ્યા છે, જે દારૂના અડ્ડા ચલાવતા હતા. જુગારના અડ્ડા ચલાવી રહ્યા હતા અને આવા અધિકારીઓ પાસેથી સરકાર ભ્રષ્ટાચારની તપાસ કરાવી રહ્યા હોવાના આક્ષેપ કર્યા હતા.
આ પણ વાંચોઃBridge Scam: હાટકેશ્વર બ્રિજ કૌભાંડમાં AMC અને BJP અધિકારીને બચાવવામાં લાગી છે, વિપક્ષનો આક્ષેપ
હજી ગૃહમાં આ મુદ્દો ઉપાડીશુંઃધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ સસ્પેન્ડ બાબતે ETV સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગુજરાતની 6.5 કરોડ જનતા જોઈ રહી છે. વિપક્ષ તરીકે અમારું કર્તવ્ય હતું. આ મુદ્દે બોલવું અને અમને ગૌરવ છે કે, અમે આ મુદ્દા ઉપર બોલ્યા અને હજી પણ અમે આગામી દિવસોમાં બોલીશું. આવતીકાલે રાજ્યપાલની સ્પીચમાં પણ બોલીશું. ત્યારે ફરીથી આ મુદ્દો ઉપાડીશ અને ફરીથી બધા સસ્પેન્ડ કરવા હોય તો કરે પણ અમારી આ તૈયારી છે. આ મુદ્દા ઉપર ચર્ચા કરીશું.