કોંગ્રેસે પ્રથમ યાદીમાં આણંદથી કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીને ટિકીટ આપી હતી. વડોદરામાં પ્રશાંત પટેલની પંસદગી કરી હતી. છોટાઉદેપુર બેઠક પર કોંગ્રેસે રણજીત રાઠવાને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે.
કોંગ્રેસની વધુ એક યાદી જાહેર, મહેસાણામાં એ.જે પટેલને આપી ટિકિટ ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ લોકસભા ચૂંટણી માટે 9 ઉમેદવારોનીયાદી જાહરે કરી છે. જેમાં 1 ગુજરાત, 6 રાજસ્થાન , મહારાષ્ટ્ર 2ના ઉમેદવાર જાહરે કર્યા છે.
જાણો કોણ છે એ.જે પટેલ
એ.જે. પટેલ સામાજિક અને સહકારી સંસ્થાઓ સાથે જોડાયેલા છે, એ.જે. પટેલ પાટણ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રહ્યી ચૂક્યાં છે. એ.જે.પટેલ સરકારી અધિકારી તરીકે પોતાની જવાબદારી નિભાવી ચુક્યા છે. સમરસતા ચૌરાસી કડવા પાટીદાર સમાજ પાટણ અને મહિસાણાના પ્રમુખ રહી ચૂંક્યા છે. એ.જે પટલે B.E મિકેનિકલની ડીગ્રી ધરાવે છે.