ગાંધીનગર ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ પક્ષ દ્વારા ચૂંટણી ઢંઢેરો જાહેર કરવા પહેલા તમામ જિલ્લા અને 182 વિધાનસભા વિસ્તારમાંથી જનતાના સૂચનો મંગાવવામાં આવ્યા હતાં. ત્યારે એક સૂચન એવું હતું કે જો ભાજપ સરકાર બને તો મુખ્યપ્રધાન સાથે સીધી ફરિયાદ (Complaints to CMO )થઈ શકે તેવું આવ્યું હતું. લેખિતમાં ભાજપને આ સૂચન કર્યું હતું. જે અંતર્ગત ભાજપની ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (Gujarat CM Bhupendra Patel ) ને સીધી ફરિયાદ માટે વોટ્સએપ નંબરની જાહેરાત (Complaints to CMO Whatsapp Number ) કરવામાં આવી છે. સીસ્ટમમાં મળેલી ફરિયાદનો રિયલ ટાઈમ મોનિટરિંગ સાથે મહાનગરપાલિકાઓની વેબસાઈટને સીએમ ડેશબોર્ડ સાથે જોડી દેવામાં આવી છે. તેમજ આવેલી ફરિયાદોનું કેટલા સમયમાં નિરાકરણ થયું તેની સમીક્ષા પણ આ સીસ્ટમથી કરવામાં આવશે.
આ પણ વાંચો સરકારનો 100 દિવસથી 5 વર્ષ સુધીનો એક્શન પ્લાન, કેબિનેટ બેઠકમાં કરાઈ ચર્ચા
સીસ્ટમ કાઈ રીતે કામ કરશે સરકાર દ્વારા સામાન્ય જનતાને સીધી મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (Gujarat CM Bhupendra Patel ) ને ફરિયાદ થઈ શકે તે માટે ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ બાબતે સરકાર દ્વારા સ્વર્ણિમ સંકુલ 2માં જનસંપર્ક કાર્યાલય પણ શરૂ કરવામાં આવ્યું છે, સીસ્ટમ કેવી રીતે કામ કારશે તે બાબતે જનસંપર્ક કાર્યાલયમાં ખાસ ફરજ પરના અધિકારી રાકેશ વ્યાસે ETV સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ સીસ્ટમ 1 જાન્યુઆરીથી શરૂ કરી છે. જેમાં સરકારે 70309 30344 નંબર જાહેર કર્યો છે. જેમાં કોઈ પણ વ્યક્તિ પોતાના મોબાઈલમાં આ નંબર સેવ કરીને પોતાની ફરિયાદ પોર્ટલ માધ્યમથી કરી (Complaints to CMO Whatsapp Number ) શકશે. ફરિયાદ પ્રાપ્ત થયા બાદ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ જિલ્લા અને તાલુકા અને કોર્પોરેશન દીઠ ફરિયાદને આગળ મોકલવામાં આવશે.
આ પણ વાંચો MLAને આનંદઃ સભ્યોના નિવાસ સ્થાનનો નક્શો તૈયાર, એક ફ્લોર પર 2 જ ફ્લેટ