ગુજરાત

gujarat

ETV Bharat / state

CM વિજય રૂપાણી રાજ્યના 168 પોલીસ અધિકારીઓને પોલીસ મેડલ એનાયત કરશે - પોલીસકર્મીઓ અને અધિકારીઓને મેડલથી અલંકૃત

ગાંધીનગર : રાજ્યમાં વર્ષ 2014 થી 2019ના વર્ષો દરમિયાન ગણતંત્ર દિવસ અને સ્વાત્રંત દિવસના અવસરે જાહેર થયેલા વિશિષ્ટ સેવા માટેના પોલીસ ચંદ્રકને રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા પોલીસકર્મીઓને એનાયત કરવામાં આવશે. ગુરૂવાર એટલે કે, 28મી નવેમ્બરના રોજ અમદાવાદમાં યોજાનારા કાર્યક્રમમાં ગુજરાત પોલીસ દળના ૧૬૮ પોલીસકર્મીઓ અને અધિકારીઓને મેડલથી અલંકૃત કરવામાં આવશે.

file photo
file photo

By

Published : Nov 28, 2019, 4:16 AM IST


ઉલ્લેખનીય છે કે, રાજયકક્ષાના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાની વિશેષ ઉપસ્થિતીમાં યોજાનારા ગૌરવશાળી સમારોહમાં રાષ્ટ્રપતિના પોલીસ પદકથી સન્માનિત ૧૮ તેમજ પોલીસ સેવા પદકથી સન્માનિત ૧૫૦ અધિકારી અને કર્મીઓને આ પોલીસ ચંદ્રક મેડલ એનાયત થવાના છે. દેશના રાષ્ટ્રપતિ દ્વારા પ્રતિવર્ષ ગણતંત્ર દિવસ તેમજ સ્વાત્રંત દિવસના અવસરે દેશના રાજ્યોના પોલીસ અધિકારીઓ અને પોલીસકર્મીઓને તેમની વિશિષ્ટ અને પ્રસંશનીય સેવાઓ તથા ફરજો માટે પોલીસ પદક જાહેર કરવામાં આવે છે.


આ સમારોહમાં રાજ્યના મુખ્ય સચિવ ડૉ. જે. એન. સિંહ, ગૃહના અધિક મુખ્ય સચિવ સંગીતાસિંઘ, પોલીસ મહાનિદેશક શિવાનંદ ઝા તેમજ વરિષ્ઠ પોલીસ અફસરો, ચંદ્રકપદક પ્રાપ્ત કરનાર પોલીસકર્મીઓ અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહેશે.

ABOUT THE AUTHOR

...view details