ગુજરાત

gujarat

ETV Bharat / state

સીએમ રૂપાણીએ દિલ્હીમાં ઉઝબેકિસ્તાનના રાજદૂતો સાથે મુલાકાત કરી - ઉઝબેકિસ્તાન

ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી દિલ્હી વિધાનસભાની ચૂંટણીને લઇ દિલ્હીમાં પ્રચારકાર્યમાં જોડાયાં છે. ભાજપનો વિજય થાય તે માટે અનેક વિધાનસભા વિસ્તારમાં તેઓ ભાજપના ઉમેદવારોનો પ્રચારપ્રસાર કરતાં અત્યાર સુધીમાં છ જેટલી જાહેર સભા સંબોધી છે. ભાજપની બહુમતીથી જીત થાય તે અંગેના પ્રચારપ્રસાર કર્યા છે ત્યારે આજે સવારે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ઉઝબેકિસ્તાન અને સેજ પ્રજાસત્તાક દેશના રાજદૂતો સાથે મુલાકાત કરી હતી.

મુખ્યપ્રધાન રુપાણીની ઉઝબેક રાજદૂત સાથે  મુલાકાત
સીએમ રૂપાણીએ દિલ્હીમાં ઉઝબેકિસ્તાનના રાજદૂતો સાથે મુલાકાત કરી

By

Published : Feb 4, 2020, 5:18 PM IST

દિલ્હી : રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી ગત વર્ષે ત્રણ દિવસ માટે ઉઝબેકિસ્તાનના પ્રવાસે ગયા હતા જ્યાં તેઓએ અનેક એમઓયુ પણ કર્યા હતા અને ઉઝબેકિસ્તાન અને ગુજરાત વચ્ચે નું અંતર છે તે અંતર પણ ઘટાડ્યું હતું ત્યારે આજની મુલાકાત પાકિસ્તાનના રાજદૂત અને મુખ્યપ્રધાન રૂપાણી વચ્ચેની મુલાકાત મહત્વની રહી હતી.આ સાથે જ આ મુલાકાત દરમિયાન ઉઝબેકિસ્તાન ગુજરાત વચ્ચે વિવિધ ક્ષેત્રો સંબંધો માટે થયેલી કામગીરી પણ પાકિસ્તાન રાજપૂતે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને માહિતગાર કર્યા હતા.

સીએમ રૂપાણીએ દિલ્હીમાં ઉઝબેકિસ્તાનના રાજદૂતો સાથે મુલાકાત કરી
આમ, આજે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ દિલ્હી પ્રવાસ દરમિયાન સેઝ પ્રજાસત્તાક દેશના રાજદૂત યુત મિલાન હોવોરકા અને ઉઝબેકિસ્તાન રાષ્ટ્રના ભારત સ્થિત રાજદૂત યુત ફરહોદ અ ઝરઝીવની મુલાકાત લીધી હતી.

ABOUT THE AUTHOR

...view details