ગાંધીનગર: અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ટ્રસ્ટ રચવાની જાહેરાતને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આવકારતા જણાવ્યું હતું કે વર્ષોજૂની વિવાદિત સમસ્યાનો સરળતાથી ઉકેલ લાવી લોકલાગણીને વડાપ્રધાન મોદીએ માન આપ્યું છે, અયોધ્યામાં 67 એકર જમીન પર રામ મંદિર નિર્માણ હેતુ ટ્રસ્ટ રચવાની સંસદ ગૃહમાં કરેલી જાહેરાતને આવકારી અભિનંદન પાઠવ્યા છે જ્યારે ૬૭ એકર જમીન રામ મંદિર નિર્માણ અને પ એકર જમીન વકફ બોર્ડને ફાળવીને વર્ષો જૂના આ પ્રશ્નનું પરિપકવતાથી સમાધાન થયુ છે.
રામમંદિર ટ્રસ્ટની જાહેરાત સંદર્ભે CM રૂપાણીએ આપી પ્રતિક્રિયા...
સમગ્ર દેશમાં રામ જન્મભૂમિ મંદિર પ્રશ્ન ચર્ચાની એરણે હતો, ત્યારે સુપ્રીમ કોર્ટે મહત્વનો ચૂકાદો આપ્યો હતો. ત્યારબાદ આજે લોકસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રામમંદિર ટ્રસ્ટની જાહેરાત કરવામાં આવી છે, ટ્રસ્ટની જાહેરાત બાદ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ રામમંદિરના લઈને સમગ્ર દેશવાસીઓ અને ગુજરાતીઓને શુભેચ્છાઓ આપી હતી...
રામમંદિર ટ્રસ્ટની જાહેરાત સંદર્ભે સીએમ રૂપાણીએ શું કહ્યું ?
તેમણે દેશની સર્વોચ્ચ અદાલતે આપેલા નિર્ણયને જનતા જનાર્દન અને સરકારે સુંદર-સુમેળભર્યા વાતાવરણ દ્વારા આવકારીને તથા વર્ષોની વિવાદિત સમસ્યાનો સરળતાથી ઉકેલ લાવીને લોકલાગણીને માન આપવા માટે પણ વડાપ્રધાનને ધન્યવાદ આપ્યા હતા. જ્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ જાહેરાતને વધાવી હતી..