ગુજરાત

gujarat

ETV Bharat / state

CM રૂપાણીના હસ્તે રોજગારી મેળાનો પ્રારંભ, રોજગારી માટે 2 મોબાઈલ એપ્લિકેશન કરી લોન્ચ - Labour & Employment Department, Government of Gujarat

ગાંધનીગર: શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા રાજ્યના તમામ જિલ્લા અને તાલુકા મથકે અઠવાડીક રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગાંધીનગર સચિવાલયથી વીડિયો કોન્ફરન્સથી રાજ્યમાં રોજગારી મેળાને ખુલ્લો મુક્યો હતો. રોજગારી તમામ બાબતોને આવરી લેતી 2 મોબાઈલ એપ્લિકેશન પણ મુખ્યપ્રધાને રૂપાણીના હસ્તે લોન્ચ કરવામાં આવી હતી.

CM

By

Published : Sep 19, 2019, 5:02 PM IST

Updated : Sep 19, 2019, 10:54 PM IST

રાજ્ય સરકાર દ્વારા 'સચેત' અને 'સિમ્પલ' નામની મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી હતી. આ બાબત શ્રમ અને રોજગારના અધિક સચિવ વિપુલ મિત્રએ જણાવ્યું હતું કે, રાજ્યમાં અનેક ફેક્ટરીઓમાં વર્ષે 550 જેટલા મજૂરોનું ફેક્ટરીમાં કામ કરવાથી મોત થાય છે. આ ફેક્ટરીમાં સુધારો વધારો થાય તે બાબતે મજૂરો અને કારીગરના અકસ્માત અને મોતના આંકડો ઘટે તે માટે ખાસ પ્રકારની એક મોબાઇલ એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવી છે.

CM રૂપાણીના હસ્તે રોજગારી મેળાનો પ્રાંરભ, રોજગારી માટે 2 મોબાઈલ એપ્લિકેશન કરી લોન્ચ

જેમાં ફેક્ટરીઓની તમામ વિગતો એપ્લિકેશન બાબતે વિપુલ મિત્રાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં 40 હજારથી વધુ ફેકટરીઓ આવેલી છે. જેમાં ઇન્સ્પેકશન કરીશું તો ખૂબ જ અઘરું બની જાય છે. ઇન્સ્પેકશન કર્યું છે કે, નહીં તે જાણવા માટે પણ આ મોબાઇલ એપ્લિકેશન મદદ રૂપ થશે. આ સાથે જ આ મોબાઇલ એપ્લિકેશનમાં ગુજરાતના તમામ ફેકટરીઓની વિગત સંપૂર્ણ પણે રાખવામાં આવશે. જેથી રાજ્ય સરકાર દ્વારા હવે આવનારા દિવસોમાં ઓનલાઈન ઇન્સ્પેકશન કરવામાં આવશે.

શ્રમ અને રોજગાર વિભાગના કાર્યક્રમમાં રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતમાં ઓછી બેરોજગારી હોવાનું પણ નિવેદન આપ્યું હતું, જ્યારે આવનારા પાંચ વર્ષમાં 24 લાખ જેટલા યુવાનોની ટેક્નિકલ ક્ષેત્રે જરૂર પડશે. જેથી રાજ્યની તમામ આઈ. ટી.આઈને અપગ્રેડ કરવામાં આવી રહી છે. ભવિષ્યમાં જે કોર્ષ કામમાં આવે તે ઉપર ફોકસ કરવામાં આવી રહ્યું છે.

મુખ્યપ્રધાન રૂપાણીએ આઈ.ટી.આઈનો અભ્યાસ કરેલા વિધાર્થીઓ કે, જેઓ અત્યારે કોઈ ખાનગી કંપનીઓમાં એપ્રેન્ટીસ તરીકે ફરજ બજાવતા હોય તેવા લોકો સાથે પણ વીડિયો કોન્ફરન્સ કરીને ચર્ચા કરી હતી. આઈ.ટી.આઈમાં નવા નિંમણૂક પામેલા આચાર્યને પણ સર્ટીફીકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતાં.

Last Updated : Sep 19, 2019, 10:54 PM IST

ABOUT THE AUTHOR

...view details