ગુજરાત

gujarat

By

Published : Apr 13, 2020, 7:22 PM IST

ETV Bharat / state

કોરોના ‘લૉકડાઉન’માં CM રૂપાણીએ ઔદ્યોગિક એકમ અને શેલ્ટર હોમમાં શ્રમિકો સાથે કર્યો સંવાદ

મુખ્યપ્રધાન વિજય રૂપાણી કોરોના વાયરસને પરિણામે લૉકડાઉનની પ્રવર્તમાન સ્થિતિમાં ગરીબ, શ્રમિક વ્યકિતને કોઇ અગવડતા ન પડે, જીવનજરૂરી ચીજવસ્તુઓ, વ્યવસ્થાઓ સરળતાથી મળી રહે તે માટે રાજ્યના વહીવટીતંત્રને સતત માર્ગદર્શન આપતાં રહ્યાં છે. આજે સોમવારે સીએમ રૂપાણીએ આવા ઔદ્યોગિક એકમો અને શેલ્ટરહોમમાં વસવાટ કરતાં શ્રમિકો સાથે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી વાત કરી હતી.

કોરોના ‘લૉક ડાઉન’માં CM રૂપાણીએ ઔદ્યોગિક એકમ અને શેલ્ટર હોમમાં શ્રમિકો સાથે કર્યો સંવાદ
કોરોના ‘લૉક ડાઉન’માં CM રૂપાણીએ ઔદ્યોગિક એકમ અને શેલ્ટર હોમમાં શ્રમિકો સાથે કર્યો સંવાદ

ગાંધીનગર- ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પોતાના નિવાસસ્થાનેથી સી.એમ. ડેશબોર્ડના જનસંવાદ કેન્દ્રના માધ્યમ દ્વારા સમાજના વિવિધ વર્ગો સાથે પ્રત્યક્ષ ટેલિફોનિક વાતચીત-વિડીયો કોલીંગથી તેમની ખબરઅંતર પૂછવા સાથે ફિડબેક મેળવતાં રહે છે. મુખ્યપ્રધાને રાજ્યના ઔદ્યોગિક કામદાર-શ્રમિકો, પરપ્રાંતિય મજૂરો જેઓ લોકડાઉનની સ્થિતિમાં ઊદ્યોગ એકમોમાં જ વસવાટ કરી રહ્યાં છે તેમ જ શેલ્ટર હોમમાં આશ્રય લઇ રહ્યાં છે તેમની સાથે સીધો સંવાદ કર્યો હતો.

કોરોના ‘લૉક ડાઉન’માં CM રૂપાણીએ ઔદ્યોગિક એકમ અને શેલ્ટર હોમમાં શ્રમિકો સાથે કર્યો સંવાદ
રૂપાણીએ રાજકોટના મેટોડા ઔદ્યોગિક વસાહતની ઓટોમોબાઇલ પાર્ટસ ઉત્પાદન કંપનીમાં આશ્રય લેનાર શ્રમિકો, વડોદરા મકરપૂરામાં કાર્યરત ઓઇલ મિલ સંકુલમાં રહેલા કામદારો તેમ જ અમદાવાદના ચાંગોદરની બેકરી પ્રોડકટસ કંપનીના કારીગરો જેઓ સંકુલમાં જ હાલ વસવાટ કરે છે તેમની સાથે વાતચીત કરી હતી. મુખ્યપ્રધાને આ શ્રમિકો માટે ઊદ્યોગ ગૃહોએ કરેલી આવાસ-ભોજન-નિવાસ વ્યવસ્થાઓ, આરોગ્ય સગવડો તેમજ સોશિયલ ડિસ્ટન્સીંગના નોર્મ્સ જાળવણી અંગેની માહિતી આ કારીગરો સાથે સંવાદ કરીને મેળવી હતી. વિજય રૂપાણીએ સૂરત મહાનગરમાં શેલ્ટર હોમમાં આશ્રયગ્રસ્ત મધ્યપ્રદેશના-19, યુ.પી.ના-15, મહારાષ્ટ્રના-11, બિહારના-12 તેમજ ગુજરાતના સુદૂર જિલ્લાઓના 51 જેટલા શ્રમિકો-કામદારો સાથે સંવાદ કર્યો હતો. આ બધાં જ શ્રમિકો-કામદારોને નિયમીત મેડિકલ ચેકઅપ, સેનેટાઇઝર, માસ્ક, બે ટાઇમ પૂરતું ભોજન વગેરેની વ્યવસ્થાઓ અંગે વિસ્તૃત પૃચ્છા કરીને વિગતો મેળવી હતી. લાભાર્થીઓ-શ્રમિકોએ રાજ્ય સરકારે કરેલી આ ઉત્તમ વ્યવસ્થાથી સંતોષ વ્યકત કરી કોરોનાની મહામારી સામેના જંગમાં તેઓ પણ રાજ્ય સરકારની સાથે પોતાના યથાયોગ્ય યોગદાનથી જોડાઇને વિજય મેળવશે તેવો વિશ્વાસ મુખ્યપ્રધાન સાથેની વાતચીતમાં દર્શાવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details