ગાંધીનગર : ટ્રાફિકની સમસ્યા હલ કરવા અને મુંબઈ તરફથી નેશનલ હાઈવે પલસાણા તરફથી આવતા વાહનો ટ્રાફિક ઘટાડવા માટે મંગળવારે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ તાપી નદી પરબધામ વાળાને જોડતા ફલાયઓવર બનાવવા માટે 100 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.
આ બ્રિજના બાંધકામથી સુરત મહાનગરપાલિકાના હદ વિસ્તારના પૂર્વ અને ઉત્તર દિશાની જરુરથી મહત્વની લિંક પ્રાપ્ત થશે. ત્યારે તેના કારણે મુંબઈ તરફથી નેશનલ હાઈવે એટલે કે, પલસાણા તરફથી આવતા વાહનો સુરત શહેરમાં પ્રવેશ્યા વગર શહેરમાં ટ્રાફિકનું ભારણ વધાર્યા વગર વરીયાવ, સાયણ અને ગોથાણ વિસ્તાર તરફ જઇ શકશે. એ જ પ્રમાણે આ વિસ્તારના વાહનો મુંબઈ તરફ જતા રિંગરોડના આ બ્રિજનો ઉપયોગ કરીને સીધા જઈ શકશે.