ગુજરાત

gujarat

ETV Bharat / state

New Parliament Building : ભુપેન્દ્ર પટેલ 2 દિવસ દિલ્હીના પ્રવાસે, સંસદ ભવનના લોકાર્પણમાં રહેશે હાજર - Parliament News

ભૂપેન્દ્ર પટેલ આવતીકાલથી બે દિવસના દિલ્હી પ્રવાસે જવા રવાના થશે. તેઓ તારીખ 27 અને તારીખ 28 મેના રોજ દિલ્હીમાં રહેવાના છે. આ સમય દરમિયાન તેઓ નવા સંસદ ભવનના લોકાર્પણ પ્રસંગે હાજરી આપશે. તારીખ 29 મે સોમવારના દિવસે ગાંધીનગરમાં મુખ્યપ્રધાન કાર્યાલય ખાતે આવનાર મુલાકાતીઓને રાબેતા મુજબ ફરીથી મળશે.

મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ 2 દિવસ દિલ્હીના પ્રવાસે, નીતિ આયોગની બેઠક બાદમાં સંસદ ભવનના લોકાર્પણમાં રહેશે હાજર
મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ 2 દિવસ દિલ્હીના પ્રવાસે, નીતિ આયોગની બેઠક બાદમાં સંસદ ભવનના લોકાર્પણમાં રહેશે હાજર

By

Published : May 26, 2023, 3:57 PM IST

ગાંધીનગર: તારીખ 28 મે, રવિવારે સવારે નવા સંસદભવનનું ઉદઘાટન થવાનું છે. આ સમયે ગુજરાતના મુખ્યપ્રધાન નિતી આયોગ ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં હાજરી આપશે. આ સાથે તેઓ નવા સંસદ ભવનના ઉદઘાટનમાં પણ ઉપસ્થિત રહેશે તેવી માહિતી હાલ મળી રહી છે. દિલ્હીનું હાલમાં રાજકીય વાતાવરણ ખૂબ ગરમાયુ છે. 20 જેટલા વિપક્ષો એક થઈને નવા સાંસદ ભવનનું લોકાર્પણનો વિરોધ કરી રહ્યા છે. રાષ્ટ્રપતિના હસ્તે નવા સંસદ ભવનનું લોકાર્પણ થાય તેવી માંગ છે. ત્યારે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ 2 દિવસ દિલ્હીના પ્રવાસે જઈ રહ્યા હોવાની જાહેરાત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના કાર્યાલયમાંથી કરવામાં આવી છે.

બેઠકમાં આપશે હાજરી:ભૂપેન્દ્ર પટેલ તારીખ 27 અને તારીખ 28 મે શનિવાર અને રવિવારના રોજ દિલ્હીમાં નીતિ આયોગ ગવર્નિંગ કાઉન્સિલિંગની બેઠકમાં હાજર રહેશે. તેમજ નવા સંસદ ભવનનું લોકાર્પણ પ્રસંગે દિલ્હીમાં હાજરી આપશે. જેથી તેઓ ગુજરાતમાં આજે રહી શકશે નહીં અને મુખ્યપ્રધાન તારીખ 29 સોમવારના રોજ સચિવાલય ખાતે યથાવત સમયે લોકોને રાબેતા મુજબ મળશે.

સંસદ ભવનનું લોકાર્પણ: સંસદ ભવન લોકાર્પણ બાબતે વિરોધ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 તારીખે નવા સંસદ ભવનનું લોકાર્પણ કર્યું છે. ત્યારે તમામ વિપક્ષો એક થઈને વિરોધ કરી રહ્યા છે. નવા સંસદ ભવનનું લોકાર્પણ રાષ્ટ્રપતિના હસ્તે જ કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 20 જેટલા વિપક્ષોએ એક થઈને સુપ્રીમ કોર્ટમાં પણ આ બાબતની અરજી દાખલ કરવામાં આવી હતી.

અરજીને બરખાસ્ત:સુપ્રીમ કોર્ટ દ્વારા અરજીને બરખાસ્ત કરવામાં આવી છે. ત્યારે ભાજપ પક્ષે પણ ભાજપ સાથે તમામ મુખ્ય પ્રધાન નવા સંસદ ભવનનું લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન હાજર રહેશે. નવા સંસદ ભવનનું લોકાર્પણ કાર્યક્રમમાં ભાજપ શાસિત રાજ્યના તમામ મુખ્યપ્રધાનો, પ્રદેશ પ્રમુખ અને આગેવાનો આમંત્રણ આપવામાં આવ્યું છે. ત્યારે કાર્યક્રમ પહેલા અથવા તો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ લોકસભા બાબતે પણ પ્રાથમિક ચર્ચા અને બેઠક પણ થઈ શકે છે.

  1. Gandhinagar News : 10,000 કરોડ રૂપિયાનું કૌભાંડના નિર્ણય તત્કાલીન CM રૂપાણીની મિટિંગમાં : અમિત ચાવડા
  2. Gandhinagar News : કલેકટરે નિવૃત્તિ બાદ સહી કરીને કરોડો રૂપિયાનું કૌભાંડ આર્ચયું હોવાની ફરીયાદ
  3. Gandhinagar News : ગામડાથી લઈને મહાનગર સુધી રોડ નેટવર્કને મજબૂત કરવા 2213.60 કરોડ રૂપિયા મંજૂર

ABOUT THE AUTHOR

...view details