રાજ્ય સરકાર દ્વારા આયોજિત "સંકલ્પ સે સિદ્ધિ કી ઓર" અંગ્રેસર જે કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં દસ હજાર જેટલા મેહમાનોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં રાજય સરકાર દ્વારા અગાઉથી જ મહેમાનોને આમંત્રણ આપી દેવામાં આવ્યું હતું. આ સાથે જ તમામ પ્રકારની તૈયારીઓ પણ કરી લેવામાં આવી છે. અચાનક સુષ્મા સ્વરાજના મૃત્યુના સમાચાર આવતા રાજ્ય સરકારે એક દિવસ માટે આ કાર્યક્રમ સ્થગિત કર્યો હતો. બુધવારે મળેલી કેબિનેટ બેઠકમાં આ કાર્યક્રમ ગુરુવારે યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે.
રાજ્ય સરકાર દ્વારા નિર્ણાયક નેતૃત્વના ત્રણ વર્ષ નિમિત્તે મુખ્યમંત્રી સંશોધન પ્રોત્સાહન યોજના, સૂર્ય ઊર્જા રૂફટોપ યોજના, (સૂર્ય-ગુજરાત), મુખ્યમંત્રી કૃષિ યાંત્રીકિકરણ યોજના, પ્રાઇવેટ સ્લમ ડેવલપમેન્ટ માટે પીપીપી પોલીસી અને નમો ઇ-ટેબલેટનું વિતરણ સહિતની વિવિધ જનહિતલક્ષી મહત્વપૂર્ણ કાર્યક્રમોનો પણ શુભારંભ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના "મન કી બાત" કાર્યક્રમની જેમ જ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ રાજયમાં અલગ અલગ વર્ગના લોકો સાથે ‘મનની મોકળાશ’અંતર્ગત વાત શરૂ કરશે. અત્યાર સુધી વડાપ્રધાનની ‘મન કી બાત’ થતી હતી. ત્યારે હવે તો ગુજરાતના CM વિજય રૂપાણીની ‘મનની મોકળાશ’ અંતર્ગત કાર્યક્રમ યોજીને ગુજરાતની જનતા સાથે ચર્ચા કરશે.