ગાંધીનગર : ગુજરાત ગ્લોબલ વાઈબ્રન્ટ સમીટ-2024 જાન્યુઆરી માસમાં યોજાશે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા તૈયારીઓને વેગ આપવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં 6 વિદેશી કન્ટ્રી ગુજરાત વાઈબ્રન્ટ મહોત્સવના પાર્ટનર બન્યા છે. ત્યારે આજે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ ગાંધીનગરમાં એક કાર્યક્રમ પૂર્ણ કરીને સીધા ઉત્તર પ્રદેશ જવા નીકળશે. જેમાં તેઓ રામ લલ્લાના દર્શન કરીને સીધા મુંબઇ થી જાપાન અને સિંગાપોરના પ્રવાસે જશે.
રામ લલ્લાના કરશે દર્શન: મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના કાર્યાલય માંથી મળતી માહિતી મુજબ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ આજે સવારે ગાંધીનગરના પંડિત દિનદયાલ એનર્જી યુનિવર્સિટીમાં ન્યુ ઇન્ડિયા વાઇબ્રન્ટ હેકાથોન 2023ના ગ્રાન્ડ ફીનાલે રાઉન્ડમાં હાજરી આપીને સીધા ઉત્તરપ્રદેશના પ્રવાસે નીકળશે. જ્યાં તેઓ નવ નિર્મિત રામ મંદિરની મુલાકાત લેશે અને રામ લલ્લાના દર્શન કરશે. ત્યાર મુખ્યપ્રધાન અયોધ્યા-ફૈઝાબાદ નજીક આવેલા શાહજહાપુરમાં બની રહેલા ગુજરાત ભવનની કામગીરીનું પણ નિરીક્ષણ સહ સમીક્ષા કરશે.
7 દિવસના વિદેશ પ્રવાસે જશે CM: મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ આજે યુપીમાં નિર્માણ પામી રહેલાં રામ મંદિરના દર્શન કરશે અને ત્યારબાદ તેઓ સીધા મુંબઈ જશે. જ્યાં તેઓ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત વિદેશ પ્રવાસની શરૂઆત પણ કરશે. મુખ્યમંત્રી કાર્યાલય માંથીમળતી માહિતી પ્રમાણે ભુપેન્દ્ર પટેલ અયોધ્યા ખાતે શ્રી રામના દર્શન કરશે અને હનુમાન ગતિમાં પણ દર્શન કરશે. વિદેશ જતાં પહેલાં મુખ્યપ્રઘાન ભુપેન્દ્ર પટેલ રામલલાના દર્શન કરી આશીર્વાદ મેળવશે અને વિદેશ પ્રવાસની સફળતા માટેની પ્રાર્થના પણ કરશે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ બપોરે બે કલાકે રામ મંદિર પહોંચશે અને ત્યારબાદ 3:00 વાગ્યાની આસપાસ મંદિરેથી દર્શન કરીને સીધા મુંબઈ પહોંચશે.
CMના વિદેશમાં વ્યસ્ત કાર્યક્રમો: મુખ્યપ્રધાનના વિદેશ પ્રવાસ બાબતે રાજ્યના જીઆઇડીસીના ચેરમેન રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતું કે, 26 નવેમ્બર થી બે ડિસેમ્બર દરમિયાન મુખ્યપ્રધાન ટોક્યો, કોબે અને સિંગાપુરના સાત દિવસનો પ્રવાસ પર રહેશે. જેમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ 27 નવેમ્બરના રોજ જાપાનના ટોકીયો ખાતે એમ્બેસીની મુલાકાત પણ લેશે, સાથે જ જાપાનમાં ભારતના રાજદૂત શિબિર જ્યોર્જ દ્વારા ઇન્ડિયા હાઉસ ખાતે આયોજિત ડિનરમાં પણ જોડાશે. આમ આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન વિવિધ વન ટુ વન બેઠકો અને રોડ શો કરશે સાથે જ તેઓ બુલેટ ટ્રેન મારફતે કોબે જવા રવાના થશે.
- સરદાર સરોવર ડેમની જમીનના ખાતેદારોના પુનઃવસવાટની વસાહતોને તેના મૂળ ગામમાં ભેળવવામાં આવશે
- ગાંધીનગરમાં સીએની સંસ્થાના કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર અને કેન્દ્રીય ઉદ્યોગપ્રધાન પીયૂષ ગોયલ દ્વારા મહત્ત્વના નિવેદન