ગુજરાત

gujarat

ETV Bharat / state

Corona Guidelines in Gujarat : મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે ઇમરજન્સી બેઠક યોજી, આવી શકે છે 22 જાન્યુઆરીએ નવા નિયંત્રણો

રાજ્યમાં કોવિડ-19 સંક્રમણ તાંડવ (Corona Update Gujarat) મચાવ્યું છે છેલ્લા 24 કલાકમાં 17 હજારથી વધુ કેસો નોંધાયા છે. જેનાથી પ્રથમ અને બીજી લહેરના તમામ રેકોર્ડ તૂટયા છે, આમ રાજ્યમાં સૌથી વધુ કેસ આવતા જ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કોરોના સંક્રમણને નિયંત્રણ (Corona Guidelines in Gujarat) ઉપાયો-સારવાર સૂચનો માટે સરકારને મદદરૂપ થવા રચાયેલા એકસપર્ટ ગૃપ ઓફ ડૉકટર્સ સાથે બેઠક (CM Bhupendra Patel meeting on Corona Transition) યોજી હતી.

Corona Guidelines in Gujarat : મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે ઇમરજન્સી બેઠક યોજી, આવી શકે છે 22 જાન્યુઆરીએ નવા નિયંત્રણો
Corona Guidelines in Gujarat : મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે ઇમરજન્સી બેઠક યોજી, આવી શકે છે 22 જાન્યુઆરીએ નવા નિયંત્રણો

By

Published : Jan 19, 2022, 7:25 AM IST

ગાંધીનગર : રાજ્યમાં જે રીતે કોરોનાનું સંક્રમણ (Corona Update Gujarat) વધી રહ્યું છે તેને ધ્યાનમાં લઈને આગામી દિવસોની સંભવિત સ્થિતીને ધ્યાને રાખી ગુજરાતમાં સતર્કતા-સજ્જતા-જનજાગૃતિ અને ભાવિ રણનીતિના આગોતરા આયોજનની વિશદ ચર્ચા-વિચારણા તજજ્ઞો સાથે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel meeting on Corona Transition) બેઠક કરી હતી. જેમાં લોકો માસ્ક-સોશિયલ ડિસ્ટન્સ-સેનિટાઇઝરનું અવશ્ય પાલન કરે તેની સઘન જનજાગૃતિ માટે ઝૂંબેશ ચલાવાશે. રાજ્યમાં આગામી દિવસોમાં સંક્રમણનો વ્યાપ વધે નહિં તે માટે જનજાગૃતિ અને સતર્કતા અંતર્ગત માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ, સેનિટાઇઝર અપનાવવા અને વારંવાર હાથ ધોવા તથા ભીડભાડ વાળી જગ્યા-પ્રસંગોથી દૂર રહેવાની જન જાગૃતિ ઝૂંબેશ (Corona Public Awareness Campaign) ચલાવવા ખાસ તાકિદ કરી હતી.

સંક્રમણની ગંભીરતા લોકો સુધી પહોંચે

તબીબોએ એવો સ્પષ્ટ મત દર્શાવ્યો કે, હાલ જે સંક્રમણની સ્થિતી છે તેની ગંભીરતા લોકો સુધી પહોચે અને જનતા જનાર્દન સ્વયંભૂ સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનિટાઇઝર અપનાવે તેવી વ્યાપક પ્રચાર-પ્રસાર સઘન વ્યવસ્થા થાય તે સમયની માંગ છે. જ્યારે આવી જનજાગૃતિ માટે રાજ્ય સરકાર આવશ્યક પગલાં (Government Action on Corona Case) લેશે. એટલું જ નહિ, કોરોના સંક્રમણ નિયંત્રણ (Corona Transition Control) અને સારવાર માટેના પહેલી બે લહેરના અનુભવોના આધારે રાજ્યમાં આગામી દિવસોમાં આરોગ્ય સેવાઓનું માળખું વધુ સુગ્રથિત કરવા અને બાકી રહેલા લોકોના ઝડપથી સૌનું વેક્સિનેશન કરવાની રણનીતિ સરકાર આયોજનબદ્ધ રીતે અપનાવશે તેમ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું.

બેઠકમાં કોણ હતું હાજર

આ બેઠકમાં આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ, રાજ્યકક્ષાના પ્રધાન નિમિષા સુથાર તેમજ એક્સપર્ટ ગૃપ ઓફ ડૉક્ટર્સના તજજ્ઞો સર્વ ડૉ. વીએન શાહ, સુધીર શાહ, આરકે પટેલ, અમી પરીખ, તુષાર પટેલ, અતુલ પટેલ અને દિલીપ માવલંકરે કોવિડ-ઓમીક્રોન પેશન્ટસની ટ્રીટમેન્ટના પોતાના અનુભવો અને આગામી દિવસોની સંભવિત સ્થિતીના તારણો રજૂ કર્યા હતા. મુખ્યપ્રધાનના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજકુમાર, અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તા અને વરિષ્ઠ સચિવો પણ આ બેઠકમાં (Emergency Meeting of the CM) જોડાયા હતા.

આ પણ વાંચોઃGujarat Corona Update: પ્રથમ અને બીજી લહેરનો રેકોર્ડ તૂટ્યો, એક જ દિવસમાં 17,119 કેસ નોંધાયા

આ પણ વાંચો:દિલ્હીનો સાથ ન મળ્યો તો વિધાનસભાની ચૂંટણી આવતા પક્ષપલટો

ABOUT THE AUTHOR

...view details