ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad Accident: ઇસ્કોન બ્રિજ પર અકસ્માત મામલે CM ભૂપેન્દ્ર પટેલે હાઈલેવલ બેઠક યોજી, તમામ પરિવારજનોને જલ્દી ન્યાય મળશે- હર્ષ સંઘવી - મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ

અમદાવાદના ઇસ્કોન બ્રિજ ઉપર થયેલ અકસ્માત મામલે ગાંધીનગર ખાતે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે હાઈકમિટીની બેઠક બોલાવી હતી. બેઠક બાદ રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું હતું કે પરિવારજનોને તાત્કાલિક ધોરણે ન્યાય અને ગાડીઓ સ્પીડને કેમ કંટ્રોલમાં લાવી શકાય તે બાબતની ચર્ચાઓ કરવામાં આવી છે.

Etv Bharatપરિવારજનોને ઝડપથી ન્યાય અપાવવા અંગે ચર્ચા કરાઈ
Etv Bharatપરિવારજનોને ઝડપથી ન્યાય અપાવવા અંગે ચર્ચા કરાઈ

By

Published : Jul 20, 2023, 8:33 PM IST

પરિવારજનોને ઝડપથી ન્યાય અપાવવા અંગે ચર્ચા કરાઈ

ગાંધીનગર: અમદાવાદના ઇસ્કોન બ્રિજ ઉપર થયેલ અકસ્માત મામલે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક ધોરણે બેઠક બોલાવી હતી. જેમાં ભૂપેન્દ્ર પટેલને તમામ વિગતોથી માહિતગાર કરવામાં આવ્યા હતા. એક્સિડન્ટની ઘટના કઈ રીતે બની તે તમામની ઝીણવટપૂર્વક માહિતી મુખ્યપ્રધાન પટેલે લીધી હતી. આગામી સમયમાં પરિવારજનોને ઝડપથી ન્યાય અપાવવા અંગે ચર્ચા કરાઈ હતી.

" અકસ્માતની ઘટના બાબતે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને વિસ્તૃત માહિતી આપવામાં આવી છે. માહિતી લીધા બાદ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે આ ઘટનામાં ભોગ બનેલા તમામ પરિવારજનો શું કામ કરતા હતા ? બાળકો શું કામ કરતા હતા ? તે પ્રકારની પણ માહિતી લીધી છે. જ્યારે આ ઘટના બનવા પાછળના કારણો જેવા કે સાયન્ટિફિકલી, એન્જિનિયરિંગ રીતે, ટેકનોલોજીના લેવલે શું શું વિષયો ધ્યાન પર આવ્યા છે તે તમામ માહિતી મુખ્યપ્રધાનને આપવામાં આવી છે." - હર્ષ સંઘવી, રાજય ગૃહપ્રધાન

ગાડીઓની સ્પીડને લઈને ચર્ચા:હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે અમદાવાદની ઘટના બાદ હવે ભવિષ્યમાં આ પ્રકારની કોઈ જ ઘટના ન બને, કોઈપણ નબીરાઓ આવી ઝડપે બહાર ન નીકળે અને જો નીકળે તો તેવા લોકોને કઈ રીતે રોકી શકાય ઉપરાંત ભવિષ્યની યોજનાઓ કઈ રીતની છે. ગાડીઓની સ્પીડ રોકવા માટેની કઈ કઈ વ્યવસ્થાઓ છે અને હજુ પણ વધારો વ્યવસ્થા શું કરવી જોઈએ તે તમામ બાબતની ચર્ચાઓ કરવામાં આવી છે.

તાત્કાલિક ધોરણે મળશે ન્યાય:હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતુ કે એક્સિડન્ટમાં જે મૃત્યુ પામ્યા છે. તેમના પરિવારજનોને ન્યાય અપાવવાની દિશામાં જ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ સવારે જ ગૃહ વિભાગને સુચના આપી હતી કે મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને ઝડપથી ન્યાય અપાવવાનો છે અને ન્યાય એવો હોવો જોઈએ કે ભવિષ્યની અંદર આ પ્રકારે કોઈ પણ વ્યક્તિ આવું કરવાની હિંમત ના કરે. આવનારા સાત દિવસની અંદર આ કેસની ચાર્જશીટ ફાઇલ કરવામાં આવશે અને ફાસ્ટ કોર્ટની અંદર કઈ રીતે ઝડપથી પરિવારજનોને ન્યાય અપાવી શકાય તે માટે ગુજરાતના પોલીસ વિભાગ અમદાવાદના પોલીસ વિભાગ અને ખાસ ટીમ તૈયાર કરીને તપાસ કરશે.

  1. Ahmedabad Fatal Accident: ગૃહ પ્રધાને કહ્યું, અકસ્માત કેસમાં SITની રચના કરી તપાસ શશે
  2. Ahmedabad Fatal Accident: પરિવાર પર આભ ફાટ્યું, એકના એક આશાસ્પદ દીકરાએ અકસ્માતમાં જીવ ગુમાવતા પરિવારમાં ભારે શો

ABOUT THE AUTHOR

...view details