ગુજરાત

gujarat

ETV Bharat / state

ગાંધીનગરઃ વિજય રૂપાણી સંપૂર્ણપણે સ્વસ્થ અને તેમના પેરામીટર્સ નોર્મલ - વીડિયો કોલિંગ

કોરોના વાઈરસના કારણે અનેક લોકો સેલ્ફ આઇસોલેટ થયા છે, ત્યારે ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ સેલ્ફ આઇસોલેટ થયા છે. કારણ કે, ગઈકાલે તેમણે ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા સાથે બેઠક યોજી હતી. બાદમાં ઇમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી મુખ્યપ્રધાન જાતે જ પોતાના નિવાસસ્થાને આઇસોલેટ થયા છે.

ગાંધીનગરઃ વિજય રૂપાણી સંપૂર્ણપણે સ્વસ્થ અને તેમના પેરામીટર્સ નોર્મલ
ગાંધીનગરઃ વિજય રૂપાણી સંપૂર્ણપણે સ્વસ્થ અને તેમના પેરામીટર્સ નોર્મલ

By

Published : Apr 15, 2020, 4:45 PM IST

ગાંધીનગરઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અંગત સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે, વિજય રૂપાણીના સ્વાસ્થ્ય અંગે ડોક્ટર આર.કે. પટેલ અને ડોક્ટર અતુલ પટેલ દ્વારા પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય પ્રધાનના પેરામીટર્સ નોર્મલ આવ્યા છે અને તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ છે. હાલ તેઓ સાત દિવસ સુધી સેલ્ફ આઇસોલેશનમાં રહેશે.

ગાંધીનગરઃ વિજય રૂપાણી સંપૂર્ણપણે સ્વસ્થ અને તેમના પેરામીટર્સ નોર્મલ
મુખ્યપ્રધાન તેમના નિવાસસ્થાનેથી રાજ્ય સરકારની તમામ કામગીરીનું સંચાલન કરશે અને તંત્રનું માર્ગદર્શન ટેકનોલોજીના ઉપયોગથી વીડિયો કોન્ફરન્સ, વીડિયો કોલિંગ અને ટેલિફોન સંવાદ દ્વારા કરી રહ્યા છે. મુખ્ય પ્રધાનના નિવાસ્થાને આવતા એક સપ્તાહ સુધી કોઈ પણ મુલાકાતીને પ્રવેશ આપવામાં આવશે નહીં. કેબિનેટ બેઠકમાં પણ મુખ્યપ્રધાન વીડિયો કોન્ફેરેન્સથી હાજરી આપશે.ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ મુખ્યપ્રધાને ઈમરાન ખેડાવાલા, ગ્યાસુદ્દીન શેખ અને શૈલેષ પરમાર સાથર ટેલિફોનિક વાતચીત કરીને ખબર અંતર પૂછ્યા છે. તથા તે લોકોને સ્વાસ્થ્ય વિશે ધ્યાન રાખે તેવી લાગણી પણ વ્યક્ત કરી છે. ઉપરાંત તે લોકોને કોઈ જરૂરિયાત હોય તો મદદરૂપ થવાની પણ મુખ્યપ્રધાન દ્વારા જાણ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details