ગુજરાત

gujarat

ETV Bharat / state

Vibrant Summit 2024: જાપાનીઝ પ્રતિનિધિમંડળ સાથે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની ગાંધીનગરમાં બેઠક - ગુજરાત ગ્લોબલ સમિટ 2024

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં સહભાગી થવા ગુજરાત આવેલા JETRO (Japan External Trade Organization) ના એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડેન્ટ શ્રીયુત કાઝુયા નાકજો સાન અને પ્રતિનિધિમંડળે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ગાંધીનગરમાં બેઠક યોજી હતી.

જાપાનીઝ પ્રતિનિધિમંડળ સાથે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની ગાંધીનગરમાં બેઠક
જાપાનીઝ પ્રતિનિધિમંડળ સાથે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની ગાંધીનગરમાં બેઠક

By ETV Bharat Gujarati Team

Published : Jan 9, 2024, 11:49 AM IST

ગાંધીનગર: વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં સહભાગી થવા માટે દેશ-વિદેશમાંથી ઉદ્યોગપતિ અગ્રણીઓ, ટોચની કંપનીઓના અધિકારીઓ અને પદાધિકારીઓ ગુજરાતના મહેમાન બની રહ્યાં છે, ત્યારે ગાંધીનગર આવેલા જાપાન એક્સ્ટર્નલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (JETRO)ના એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડેન્ટ શ્રીયુત કાઝુયા નાકજો સાન સહિત જાપાનના પ્રતિનિધિમંડળે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ગાંધીનગરમાં બેઠક યોજી હતી.

CMએ જાપાન મુલાકાતની યાદ તાજા કરી: જાપાનીઝ કંપનીઓ ભારત અને ખાસ કરીને ગુજરાત સાથે સેમિકન્ડક્ટર ક્ષેત્રે કામગીરી શરૂ કરવા ઉત્સુક છે. તેમજ VGGS-2024માં સહભાગી થવા લગભગ 200 કંપનીઓનું જાપાનીઝ પ્રતિનિધિમંડળ ગુજરાત આવ્યું છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જાપાનીઝ કંપનીઓને રાજ્ય સરકારના યોગ્ય સહયોગની ખાતરી આપતા જાપાન-ગુજરાતના સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે ઉત્સુકતા દર્શાવી હતી. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ વાઈબ્રન્ટ સમિટ સંદર્ભે તેમની તાજેતરની જાપાન મુલાકાત દરમિયાન જેટ્રો સાથે થયેલી બેઠકની પણ યાદ તાજી કરી હતી.

જેટ્રોના પ્રતિનિધિઓ થયાં ઉત્સાહિત: જેટ્રોના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે, તેઓ ભારતમાં માત્ર સ્થાનિક બજારને જ નહીં પરંતુ 'મેક ઈન ઈન્ડિયા' થકી વૈશ્વિક બજારોમાં નિકાસ કરવા માટે તત્પર છે. તેમણે ડીપ ટેક સહિતના નવા ક્ષેત્રે તકો એક્સપ્લોર કરવામાં રસ દાખવ્યો હતો. આ બેઠકમાં મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, મુખ્યમંત્રીના સલાહકાર એસ. એસ. રાઠૌર, ઉદ્યોગના અધિક મુખ્ય સચિવ એસ. જે. હૈદર સહિતના વરિષ્ઠ સચિવો જોડાયા હતા.

વાઈબ્રન્ટ સમિટ 2024: આપને જણાવી દઈએ કે, આગામી તા. 10, 11 , 12 જાન્યુઆરીએ ગાંધીનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટનો શુભારંભ થવાનો છે. જેમાં દેશ વિદેશના ડેલીગેટ્સ, વિવિધ રાજ્યોના પ્રતિનીધીઓ, રોકાણકારો, ઉદ્યોગપતિઓ, કેન્દ્ર તથા વિવિધ રાજ્યના મંત્રીઓ, ઉદ્યોગગૃહના પ્રતિનિધિઓ વગેરે ઉપસ્થિત રહેવાના છે.

  1. Vibrant Summit 2024: PM મોદી ગુજરાત પધાર્યા, વાયબ્રન્ટ ગુજરાત સમિટ-2024નો કરાવશે શુભારંભ
  2. Vibrant Summit 2024: તિમોર લેસ્તેના રાષ્ટ્રપતિ જોસે રામોસ હોર્તા ગુજરાતના આંગણે, CMએ કર્યુ સ્વાગત

ABOUT THE AUTHOR

...view details