- મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષતામાં યોજાશે કેબિનેટ બેઠક
- મગફળી ખરીદી બાબતે થશે આયોજન
- ગુજરાત પ્રવાસ મુદ્દા બાબતે થશે ચર્ચા
- રાજકોટ જામનગર અને જૂનાગઢમાં જમીન સર્વેમાં સહાયની થશે જાહેરાત
ગાંધીનગર: રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ(Bhupendra Patel)ની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે 10:30 કલાકે રાજ્યની કેબિનેટ બેઠક મળશે. જેમાં મહત્વની વાત કરવામાં આવે તો આગામી દિવસોમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી થઇ રહી છે. તે બાબતે પણ ખાસ ચર્ચા વિચારણા કરવામાં આવશે આ ઉપરાંત ટૂંક જ સમયમાં તમામ કેબિનેટ કક્ષાના અને રાજ્યકક્ષાના પ્રધાનો ગુજરાત પ્રવાસે જવાના છે. તે બાબતે પણ ખાસ આયોજન કરવામાં આવશે.
1 ઓક્ટોબરથી મગફળી રજીસ્ટ્રેશન શરૂ
વિધાનસભા ગૃહમાં રાજ્યના કૃષિ પ્રધાન રાઘવજી પટેલે 1 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી મગફળીની ખરીદી માટેની રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થવાની જાહેરાત કરવામાં આવી છે અને લાભપાંચમથી મગફળીની ખરીદીની શરૂઆત થશે, ત્યારે નવી સરકાર અને નવા પ્રધાનો હોવાથી સમગ્ર વ્યવસ્થા કઈ રીતે ગોઠવવામાં આવી છે. જ્યારે અત્યારે વરસાદી વાતાવરણ છે ત્યારે ખરીદાયેલી મગફળી ભીંજાય ન જાય તે માટે કયા પ્રકારની અનેક એવી વ્યવસ્થા છે સાથે જ રાજ્ય સરકારના અને અન્ય કેટલા ગોડાઉન છે. તે તમામ પ્રકારની માહિતીની ચર્ચા પણ કેબિનેટ બેઠક(Cabinet meeting)માં કરવામાં આવશે.
આ પણ વાંચો:વિધાનસભા ગૃહમાં ભારતીય ભાગીદારી (સુધારા) કાયદો 1932 વિધેયક સર્વાનુમતે પસાર