ગાંધીનગર:ગુજરાતમાં ડ્રગ્સનો વેપલો વધી રહ્યો છે. ત્યારે ગુજરાત BSF (gujarat BSF seized drugs in 2022) સતત સક્રિય રહીને તેને અટકાવવા પ્રયાસ કરી છે. યુવાનો નશાના રવાડે ન ચડે તે માટે BSF સતત સરહદ પર પહેરો આપીને તેની અદભૂત કામગીરી કરી રહ્યું છે. બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)એ વર્ષ 2022માં ગુજરાતના ભુજમાં 22 પાકિસ્તાની માછીમારોની (gujarat BSF nabbed 22 Pakistani fishermen in bhuj) ધરપકડ કરી હતી. ભુજ વિસ્તારના ક્રીક અને હરામી નાલાના અત્યંત અસ્પષ્ટ, ભેજવાળા અને મુશ્કેલ પ્રદેશમાં 79 માછીમારી બોટ જપ્ત (gujarat BSF seized 79 boats in bhuj) કરી હતી.
સરહદની સુરક્ષા:ગુજરાત BSF ભૂજના સરક્રીક અને હરામી નાલા વિસ્તારમાં તેની પકડ વધુ મજબૂત કરી રહ્યું છે. BSF કે જે 7,419 કિમી ભારત-પાકિસ્તાન સરહદની રક્ષા કરે છે. તેમણે માહિતી આપી હતી કે 250 કરોડની કિંમતના હેરોઈનના 50 પેકેટ અને રૂપિયા 2.49 કરોડની કિંમતના ચરસના 61 પેકેટ પણ ગુજરાતના દરિયાકાંઠા અને ખાડી વિસ્તારમાંથી મળી આવ્યા હતા. રાજસ્થાનના બાડમેરથી કચ્છના રણ અને ક્રીક વિસ્તાર સુધીની 826 કિમી લાંબી ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદને સુરક્ષિત કરવા માટે BSF ગુજરાતને પણ શ્રેય આપવામાં આવ્યો હતો. જેમાં ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારના 85 કિલોમીટરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, 22 ભારતીયો, ચાર પાકિસ્તાનીઓ, બે બાંગ્લાદેશી, બે કેનેડિયન અને એક રોહિંગ્યાની પણ વિવિધ ગેરકાયદેસર ટ્રાન્સબોર્ડર પ્રવૃત્તિઓમાં કથિત સંડોવણી બદલ ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો:ઓખાના દરિયામાંથી 300 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, 10 પાકિસ્તાનીઓ ઝડપાયા