ગાંધીનગર :મોરબીમાં આવેલી 140 વર્ષ જૂનો ઝુલતો પુલ એટલે (bridge collapses in Morbi) કે કેબલ બ્રિજ અચાનક જ તૂટવાના કારણે અનેક લોકો પાણીમાં ગર્ભાવ થઈ ગયા હતા. રાજ્ય સરકારના સત્તાવાર આંકડા પ્રમાણે 131થી વધુ લોકોના મૃત્યુ નિપજ્યાના સામે આવ્યા હતા. ત્યારે રાજ્ય સરકાર દ્વારા 2 નવેમ્બરે રાજ્ય વ્યાપી શોકની જાહેરાત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી રાજભા ખાતેની બેઠકમાં આ બાબતે અનેક ચર્ચા થઈ હતી. જે બાદ રાજ્યના મુખ્યપ્રધાન પટેલ 2 નવેમ્બરને રાજ્ય વ્યાપી શોકની જાહેરાત કરાઈ હતી. (2 November Mourning across state)
મોરબી દુર્ઘટનાને લઈને રાજ્ય વ્યાપી શોક, સૌથી મોટો ધ્વજ અડધી કાઠીએ - મોરબીમાં પુલ તૂટી પડ્યો
મોરબીની ઘટનાને લઈને સરકાર તરફ (bridge collapses in Morbi) રાજ્ય વ્યાપી શોખ જાહેરાત કરવામાં આવી હતી. જેને લઈને ગાંધીનગરના એન્ટ્રી પોઇન્ટ સૌથી મોટો ધ્વજ (Gandhinagar assembly flag) અડધી કાઠીએ અત્યારે ફરકાવવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ રાજ્યની વિવિધ સરકારી કચેરીએ પણ અડધી ગાંઠીએ ધ્વજ ફરકાવવામાં આવ્યો છે. (State wide mourning as suspension)
સરકારી ઓફિસમાં અડધી ગાંઠીએ ધ્વજ બે નવેમ્બરના દિવસને મોરબીના દિવંગત આત્માઓને શાંતિ મળે તેને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે રાજ્ય વ્યાપી શોક જાહેર કર્યો છે. તેને અંતર્ગત રાજ્ય સરકારની તમામ સરકારી કચેરીઓ સચિવાલય અને વિધાનસભામાં જે ધ્વજ ફરકે છે તે ધ્વજ અડધી ગાંઠીએ ફરકાવવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરના એન્ટ્રી પોઇન્ટ એટલે કે 0 ઉપર પણ સૌથી મોટો ધ્વજ લગાવવામાં આવ્યો છે. તેને પણ અડધી કાઠીએ અત્યારે ફરકાવવામાં આવી રહ્યો છે, આમ ગુજરાતના તમામ જિલ્લા કલેકટર ની કચેરીઓ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર મોરબીમાં દિવંગત જ આત્માઓને શાંતિ મળે તેને ધ્યાનમાં લઈને અડધી કાઠીએ ધ્વજ ફરકાવવામાં આવી રહ્યો છે. (State wide mourning as suspension)
તમામ જિલ્લા કોર્પોરેશનમાં શોકસભા રાજ્ય સરકારે રાજ્યપાલના આદેશને (State wide mourning over Morbi disaster) અનુસરીને રાજ્યના તમામ જિલ્લાઓ તાલુકા અને કોર્પોરેશનમાં એક લોકસભાનું આયોજન કર્યું છે. અમદાવાદ કોર્પોરેશન રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ લોકસભામાં હાજર રહ્યા હતા, ત્યારે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રાજ્યકક્ષાના લોકસભામાં હાજરી આપી હતી. આમ તમામ જિલ્લા કોર્પોરેશન તાલુકામાં રાજ્ય વ્યાપી શોખના પગલે પ્રાર્થના સભાનું આયોજન પણ કરવામાં આવ્યું છે.(Gandhinagar assembly flag)