ગુજરાત

gujarat

ETV Bharat / state

ઇલેક્ટોરલ ટ્રસ્ટ દ્વારા ભાજપને સૌથી વધુ ડોનેશન મળ્યું, બીજા ક્રમે તેલંગાણા રાષ્ટ્ર સમિતિ

ઇલેક્ટોરલ ટ્રસ્ટ દ્વારા રાજકીય પક્ષોને નાણાંકીય વર્ષ 2021-22માં દાન મળ્યાની વિગતો બહાર આવી (BJP received the highest Electoral Trust) છે. જેમાં સૌથી વધુ ડોનેશન ભાજપને મળ્યું (bjp received highest donation by Electoral Trust) છે, અને બીજા ક્રમે દાન તેલંગાણા રાષ્ટ્ર સમિતિને મળ્યું (Telangana Rashtra Samithi Electoral Trust) છે.

bjp received highest donation by Electoral Trust
bjp received highest donation by Electoral Trust

By

Published : Dec 29, 2022, 8:03 PM IST

અમદાવાદ: ઇલેક્ટોરલ ટ્રસ્ટ યોજના (Electoral Trust Scheme) 2013થી અમલમાં છે. જે યોજના નીચે 23 ઈલેકટ્રોલ ટ્રસ્ટ CBDT સાથે નોંધાયા છે. ચૂંટણી પંચના નિર્દેશ અનુસાર ઇલેક્ટોરલ ટ્રસ્ટે તેમને મળેલા ડોનેશનની વિગતો આપવાની હોય છે. ADR દ્વારા RTIની અરજી કરી ઇલેક્ટોરલ ટ્રસ્ટને નાણાકીય વર્ષ 2021-22માં મળેલ દાન, તેમજ તેમના થકી રાજકીય પક્ષોને મળેલ દાન અંગેનો અહેવાલ તૈયાર કર્યો (bjp received highest donation by Electoral Trust) છે.

મુખ્ય મુદ્દાઓ:

(1) 23 ઇલેક્ટોરલ ટ્રસ્ટમાંથી 8 ટ્રસ્ટના અહેવાલ ECIની વેબસાઇટ પર ઉપલબ્ધ નથી: 23 ઇલેક્ટોરલ ટ્રસ્ટમાંથી માત્ર 6 ટ્રસ્ટોએ નાણાકીય વર્ષ 2021-22માં તેમને દાન મળ્યું છે, એવું કહ્યું છે, અને તેની વિગતો રજૂ કરી છે. સત્યા /પ્રુડંટ ઇલેક્ટોરલ ટ્રસ્ટ દ્વારા 2013થી અત્યાર સુધી દર વર્ષે અહેવાલ સબમિટ કર્યા છે. 23 ઇલેક્ટોરલ ટ્રસ્ટમાંથી 8 એવા છે, કે જેમના કોઈ અહેવાલ ECIની વેબસાઇટ પર ઉપલબ્ધ નથી, અથવા તેમને કોઈ દાન ન મળ્યાનું જણાવેલ છે.

(2) 6 ઇલેક્ટોરલ ટ્રસ્ટોને કુલ 475.8021 કરોડ રૂપિયા મળ્યા:નાણાકીય વર્ષ 2021-22માં 6 ઇલેક્ટોરલ ટ્રસ્ટોને કુલ 475.8021 કરોડ રૂપિયા મળ્યા છે. આ દાન 89 કોર્પોરેટ અને 40 વ્યક્તિઓ દ્વારા આપવામાં આવ્યું છે. પણ આ કોર્પોરેટના નામ જાહેર કરેલા હોતા નથી. તેથી આ કોર્પોરેટ કોણ છે, તે જાણતા જાણી શકતી નથી. પણ કોર્પોરેટ અથવા વ્યક્તિ જ્યારે ઇલેક્ટોરલ ટ્રસ્ટમાં દાન આપે ત્યારે એ દાન કયા પક્ષમાં જવું જોઈએ તે કહી શકે છે. એટ્લે રાજકીય પક્ષોને દાન આપવામાં માટે ઇલેક્ટોરલ ટ્રસ્ટ એક ગુપ્ત રસ્તો બની જાય છે.

(3) ઇલેક્ટોરલ ટ્રસ્ટને દાન આપનાર ત્રણ સૌથી મોટા કોર્પોરેટ:સૌથી વધુ ઈલેક્ટોરલ ટ્રસ્ટ ડેન કરનાર કોર્પોરેટની વાત કરીએ તો અર્સિલર મિત્તલ નિપોન સ્ટીલ ઈન્ડિયા લિમિટેડ 70 કરોડ જેલું દાન કર્યું છે.

ઈલેકટ્રોલ ટ્રસ્ટને દાન આપનાર ત્રણ સૌથી મોટા કોર્પોરેટ

(4) ગુજરાત રાજ્યમાંથી કેટલું દાન મળ્યું?: ગુજરાતમાંથી મળેલા દાનની વાત કરીએ તો ટોરેન્ટ પાવરે 7.5 કરોડ રૂપિયા જેટલું દાન કર્યું છે.

ગુજરાત રાજ્યમાંથી કેટલું દાન મળ્યું?

(5) ઇલેક્ટોરલ ટ્રસ્ટ દ્વારા કયા પક્ષને કેટલું દાન મળ્યું?:નાણાકીય વર્ષ 2021-22 માં ઇલેક્ટોરલ ટ્રસ્ટ દ્વારા 487.0551 કરોડ રૂપિયા રાજકીય પક્ષોને આપવામાં આવ્યા (Telangana Rashtra Samithi Electoral Trust) છે. તેમાથી 351.50 કરોડ રૂપિયા BJP ને મળ્યા (bjp received highest donation by Electoral Trust) છે જે તમામ ઇલેક્ટોરલ ટ્રસ્ટને મળેલા કુલ ડોનેશનના 72.17% થાય (bjp received highest donation by Electoral Trust) છે.

(6) 5 ટ્રસ્ટો:જનરલ ઇલેક્ટોરલ ટીઆરએસટી, ઇલેક્ટોરલ ટ્રસ્ટ, હાર્મોની ઇલેક્ટોરલ ટ્રસ્ટ, કોર્પોરેટ ઇલેક્ટોરલ ટ્રસ્ટ, ભારતી ઇલેક્ટોરલ ટ્રસ્ટ, સત્યા/પ્રુડંટ ઇલેક્ટોરલ ટ્રસ્ટને દાતાઓના નામ જાહેર કરવા ફરજીયાત નથી કારણ આ ટ્રસ્ટ કેન્દ્ર સરકારના ઇલેક્ટોરલ ટ્રસ્ટમાટે પારદર્શિતાના નિયમો બન્યા તેના પહેલા રજીસ્ટર થયા છે. એટ્લે દાતાઓની વિગતો મળી શકતી નથી.

(7) ઈલેકટોરલ ટ્રસ્ટ જેમને અત્યાર સુધી એક જ વખત ડોનેશન મળ્યું:6 ઈલેકટોરલ ટ્રસ્ટ એવા છે, કે જેમને અત્યાર સુધી એક જ વખત ડોનેશન મળ્યું છે. તો તેમનું રજીસ્ટ્રેશન કેવી રીતે હજુ પણ ચાલુ છે? ઇલેક્ટોરલ ટ્રસ્ટનો ઉદ્દેશ્ય રાજકીય પક્ષો માટે દાન મેળવવું અને તે આપવું એ હોય છે. 7 ઇલેક્ટોરલ ટ્રસ્ટ દ્વારા 2021-22માં મળેલ અને આપેલ દાનની વિગતો ECIને સબમિટ કરેલ નથી. તેમાથી કલ્યાણ ઈલેકટોરલ ટ્રસ્ટ દ્વારા 2016થી કોઈ અહેવાલ ECIને આપેલ નથી.

RTIમાં વિગતો બહાર આવી:એડીઆરના સ્ટેટ કો-ઓર્ડેનેટર પંક્તિ જોગે ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજકીય પક્ષોને ડોનેશન લેવા માટે ઈલેક્ટ્રોરલ ટ્રસ્ટએ માધ્યમ છે. તેમાં રાજકીય પક્ષોનું નામ જાહેર થતું નથી અને કોણે કોને દાન આપ્યે, તે પણ ખાનગી રહે છે. એડીઆરે કરેલ આરટીઆઈ દ્વારા અહેવાલ તૈયાર કરાયો છે, જેના થકી જાણવા મળે છે કે રાજકીય પક્ષોને કુલ રૂ.487.05 કરોડનું દાન મળેલ છે. આ ટ્રસ્ટ દ્વારા કરેલ દાનમાં 100 ટેક્સ બેનીફિટ હોય છે. અને વિગતો પ્રમાણે ભાજપને સૌથી વધુ ડોનેશન મળ્યું છે.

ABOUT THE AUTHOR

...view details