વડાપ્રધાન મોદીના જનજન સુધી પહોંચવાના લક્ષ્યને ધ્યાનમાં રાખી ગાંધીનગર લોકસભાના ઉમેદવાર અને BJP પ્રમુખ અમિત શાહના વિજયને જંગી બહુમતીથી સુનિશ્ચિત કરવા “PM મોદી અને અમિત શાહ આપના દ્વારે” નામના અનોખા કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
ભાજપે ગાંધીનગર બેઠક માટે શાહ અને મોદીના કટઆઉટ સાથે કર્યો પ્રચાર - smit chauhan
અમદાવાદ: ભાજપ પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ ડૉ. ઋત્વિજ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર લોકસભામાં ઘાટલોડિયા વિસ્તારમાં વડાપ્રધાન મોદી અને અમિત શાહના માનવકદના કટઆઉટ સાથે રાખી યુવા મોરચાના કાર્યકર્તાઓએ અનોખી રીતે ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો.
સ્પોટ ફોટો
“મોદી હૈ તો મુમકિન હૈ”ના નારા વચ્ચે ગાંધીનગર લોકસભાના ભાજપ ઉમેદવાર અને BJP પ્રમુખ અમિત શાહને અભૂતપૂર્વ જીત અપાવવાના હેતુથી ભાજપા યુવા મોરચાના કાર્યકર્તાઓએ અનોખી રીતે જનસંપર્ક કર્યો હતો. PM મોદી અને અમિત શાહના માનવકદના કટઆઉટ સાથે હાથ ધરાયેલ આ લોકસંપર્ક યાત્રામાં પોતે PM મોદી અને અમિત શાહ લોકસંપર્ક કરી રહ્યા હોય તેવો માહોલ ઉભો કરાયો હતો.