ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાજપ પક્ષ એટલે સરપ્રાઈઝ પક્ષ, નાના માણસોને પણ રાજા બનાવી શકે : ધારાસભ્ય કિશોરસિંહ ચૌહાણ - ભુપેન્દ્ર પટેલની વરણી

ગુજરાતના નવા CMના શપથ ગ્રહણ બાદ હવે તેમના પ્રધાન મંડળની રચના માટેનો દોર શરૂ થયો છે ત્યારે આજે ભૂપેન્દ્ર પટેલના પ્રધાન મંડળની રચના કરવામાં આવશે તેવી સંભાવના છે. જે બાબતે ભાજપ પક્ષે ભાજપના તમામ ધારાસભ્યોને મોડી રાત્રે ફોન કરીને સવારના 10 વાગ્યા સુધી એમ.એલ.એ કોટર્સ હાજર રહેવાની સૂચના આપવામાં આવી હતી.

ભાજપ પક્ષ એટલે સરપ્રાઈઝ પક્ષ, નાના માણસોને પણ રાજા બનાવી શકે : ધારાસભ્ય કિશોરસિંહ ચૌહાણ
ભાજપ પક્ષ એટલે સરપ્રાઈઝ પક્ષ, નાના માણસોને પણ રાજા બનાવી શકે : ધારાસભ્ય કિશોરસિંહ ચૌહાણ

By

Published : Sep 15, 2021, 12:30 PM IST

Updated : Sep 15, 2021, 12:53 PM IST

  • રાજ્યના નવા પ્રધાન મંડળની થશે રચના
  • ભજપ પક્ષે તમામ ધારાસભ્યોને આપી સૂચના
  • 10 વાગ્યા પહેલા એમ.એલ.એ. કવટર્સ પહોંચવાની આપી સૂચના

ગાંધીનગર:ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે વિજય રૂપાણીએ રાજીનામું આપ્યું હતું, ત્યારબાદ વિધાનસભા દળની બેઠકમાં નવા મુખ્યપ્રધાન તરીકે ભુપેન્દ્ર પટેલની વરણી કરવામાં આવી છે અને 13 સપ્ટેમ્બરના રોજ ભુપેન્દ્ર પટેલ ગુજરાતના 17માં મુખ્યપ્રધાન તરીકેના શપથ ગ્રહણ કર્યા હતા, ત્યારે આજે ભૂપેન્દ્ર પટેલના પ્રધાન મંડળની રચના કરવામાં આવશે. જે બાબતે ભાજપ પક્ષે ભાજપના તમામ ધારાસભ્યોને મોડી રાત્રે ફોન કરીને સવારના 10 વાગ્યા સુધી એમ.એલ.એ કોટર્સ હાજર રહેવાની સૂચના આપવામાં આવી હતી.

ભાજપ પક્ષ એટલે સરપ્રાઈઝ પક્ષ, નાના માણસોને પણ રાજા બનાવી શકે : ધારાસભ્ય કિશોરસિંહ ચૌહાણ

આ પણ વાંચો:સુપ્રીમ કોર્ટના 9 નવા ન્યાયાધીશોએ પદના શપથ ગ્રહણ કર્યા

ભાજપ પક્ષ હંમેશા સરપ્રાઈઝ આપે છે : કિશોરસિંહ ચૌહાણ

અમદાવાદના ભાજપના ધારાસભ્ય કિશોરસિંહ ચૌહાણે ધારાસભ્ય નિવાસ્થાન ખાતે પહોંચીને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મોડી રાત્રે ભાજપના ધારાસભ્યોને પક્ષ દ્વારા સૂચના આપવામાં આવી હતી કે સવારના 10:00 સુધીમાં તેઓ ધારાસભ્ય નિવાસ્થાન ખાતે પહોંચી જાય જેથી આજથી તમામ ધારાસભ્યો ધારાસભ્ય નિવાસ્થાન સાથે પહોંચ્યા છે આ ઉપરાંત ભાજપ પક્ષ એ હંમેશા સરપ્રાઈઝ આપવા માટે તૈયાર જ હોય છે જેથી નવા મંત્રીમંડળમાં પણ નવા ચહેરાઓ જોવા મળશે જેથી લોકોને આશ્ચર્ય થશે.

આ પણ વાંચો:પંચમહાલ બેઠકના રતનસિહ રાઠોડે આજે લોકસભામાં શપથ ગ્રહણ કર્યા

આજે ભુપેન્દ્ર પટેલની સરકાર સત્તાવાર રીતે મિનિસ્ટ્રી જાહેર થાઇ તેવી સંભાવના

ભાજપના અમદાવાદના ધારાસભ્ય મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગઈકાલથી નજર દંડકની ઓફિસમાંથી તમામ ધારાસભ્યોને એમ.એલ.એ ક્વાર્ટર ખાતે હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે. આમ મળતી માહિતી પ્રમાણે જે રીતે ભાજપ પક્ષે ધારાસભ્યોને ધારાસભ્ય નિવાસ્થાને હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે, ત્યારે આજે ભુપેન્દ્ર પટેલની સરકાર સત્તાવાર રીતે મિનિસ્ટ્રી જાહેર થશે.

Last Updated : Sep 15, 2021, 12:53 PM IST

ABOUT THE AUTHOR

...view details