ગાંધીનગર આજના યુવાનોને સરકારી નોકરીનો ખૂબ જ ક્રેઝ છે. ત્યારે પૈસા આપીને પણ ગમે તેમ કરીને સત્કારી નોકરી મેળવવાના પ્રયાસો યુવાનો દ્વારા કરવામાં આવે છે. જ્યારે ભૂતકાળમાં આવા અનેક દોડ પકડાયા છે. ત્યારે વધુ એક છેતરપિંડીનો કિસ્સો ( Bin Sachivalay Exam Fraud )ગાંધીનગરમાં સામે આવ્યો છે .જેમાં સેક્ટર 7 પોલીસ સ્ટેશન ખાતે ભાવનગરના યુવાન સાથે બિન સચિવાલયની પરીક્ષા (Non Secretarial Exam Fraud )માં પાસ થવાની ગેરંટી અને સરકારી નોકરી આપવાની લાલચ (Lure of government jobs ) આપી 2 લેભાગુ તત્વોએ 7.48 લાખની છેતરપિંડી (Gandhinagar Crime News )કરી છે. ગાંધીનગર પોલીસે (Gandhinagar Police )વધુ તપાસ શરુ કરી છે.
આ પણ વાંચો બિન સચિવાલય પરીક્ષા શરૂ થાય તે પહેલાં 2 ઉમેદવાર ચોરીનો પ્રયાસ કરવા જાય તે પહેલા પકડાયા
વર્ષ 2019માં યોજાઈ હતી પરીક્ષા રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2019 માં બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા (Bin Sachivalaya Clerk Exam 2022) નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાવનગરનો યુવાન ગાંધીનગરમાં સેક્ટર 2 માં આવીને પરીક્ષાની ( Bin Sachivalay Exam Fraud )તૈયારી કરી રહ્યો હતો. ત્યારે જ ભાવનગરના દિનેશ પટેલ સાથે નાથુસિંહ વણઝારા અને તેના પુત્ર અનિલસિંહ વણઝારા સાથે મુલાકાત થઈ હતી અને બંને વ્યક્તિએ દિનેશ પટેલને સરકારી નોકરી અપાવવાની ગેરંટી (Lure of government jobs ) આપી હતી. જેમાં પ્રથમ તબક્કામાં 1 લાખ રૂપિયા અને ત્યારબાદ તબક્કા વાત સાત લાખ રૂપિયા અને 48 હજાર રૂપિયા બેંક મારફતથી ચૂકવવામાં આવ્યા હતાં. જેનું પરિણામ હમણાં થોડા દિવસ અગાઉ જ બિન સચિવાલય પરીક્ષા (Bin Sachivalaya Clerk Exam 2022) પરિણામ સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. પરંતુ દિનેશ પટેલનું નામ ન હોવાના કારણે તેઓએ બંને વ્યક્તિના સંપર્ક સાંધ્યા હતાં પરંતુ કોઈ પણ સંપર્ક થયો (Gandhinagar Crime News )નહીં. જ્યારે તેના પુત્ર અનિલ વણઝારાએ હું તમને ઓળખતો ન હોવાનો જવાબ આપ્યો હતો. જેને લઈને ભાવનગરના યુવાને સેક્ટર સાત પોલીસ સ્ટેશન (Gandhinagar Police )ખાતે લેખિતમાં ફરિયાદ નોંધાવી છે.