ગુજરાત

gujarat

ETV Bharat / state

Ayushman Bharat Yojana: PMJAY યોજના હેઠળ 4,300 કરોડ ચૂકવાયા, 26 લાખ દાવાઓ મંજુર કરાયા - ગુજરાતમાં આયુષ્યમાન કાર્ડ ધારકો

આયુષ્યમાન ભારત યોજના(Ayushman Bharat Yojana ) હેઠળ લાભાર્થી દર્દીઓને દાવા ચૂકવણીમાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે છે. ગુજરાતમાં આ યોજનાની અમલવારી થઇ ત્યારથી અત્યારસુધીમાં 4,387 કરોડની દાવા ચૂકવણી કરવામાં આવી છે. આમ રાજ્યમાં મહિને 107 કરોડથી વધુ અને દૈનિક ધોરણે 3.5 કરોડ થી વધુ રકમના દાવાની ચૂકવણી જરૂરિયાતમંદ દર્દીઓની સારવારમાં કરવામાં આવી છે.

Ayushman Bharat Yojana: PMJAY યોજના હેઠળ 4,300 કરોડ ચૂકવાયા, 26 લાખ દાવાઓ મંજુર કરાયા
Ayushman Bharat Yojana: PMJAY યોજના હેઠળ 4,300 કરોડ ચૂકવાયા, 26 લાખ દાવાઓ મંજુર કરાયા

By

Published : Feb 5, 2022, 7:58 PM IST

ગાંધીનગર :કેન્દ્ર સરકારે તમામ નાગરિકો માટે મફત સારવાર માટે PMJAY કાર્ડની યોજના( Pradhan Mantri Jan Arogya Yojana )સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવી છે ત્યારે ગુજરાતમાં આ યોજનાની કામગીરીની વાત કરવામાં આવે તો આયુષ્માન ભારત યોજના (Ayushman Bharat Yojana )હેઠળ લાભાર્થીઓને કુલ 4,300 કરોડથી વધુની રકમ દાવાની ચૂકવવામાં આવી છે. આ યોજના હેઠળ ગુજરાતમાં 26 લાખ થી વધુ દાવાઓ મંજૂર કરાયા છે.

રાજ્યમાં 1.15 કરોડ કાર્ડ એક્ટિવ

રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે સમગ્ર ગુજરાતમાં 1.15 કરોડ આયુષ્યમાન કાર્ડ ધારકો સાથે ગુજરાત સમગ્ર દેશમાં ચોથા ક્રમે છે. જેમાં રાજ્યની 1875 સરકારી અને 713 ખાનગી હોસ્પિટલમાં સરકારની યોજના હેઠળ કેસ લેસ અને વિનામૂલ્યે સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. જ્યારે રાજ્યમાં મહિને 107 કરોડથી વધુ અને દૈનિક ધોરણે 3 કરોડથી વધુ રકમના દાવાની ચૂકવણી જરૂરિયાતમંદ દર્દીઓની સારવારમાં કરવામાં આવે છે.

રાજ્યમાં 26 લાખ દાવા મંજુર

રાજ્યમાં દાનની મંજૂરીની વાત કરવામાં આવે તો આરોગ્ય વિભાગ માંથી પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે અત્યાર સુધીમાં રાજ્યમાં 26 લાખથી વધુ દાવો મંજૂર કરવામાં આવ્યા છે. ગુજરાતમાં એક કરોડથી વધુ નાગરિકો પાસે આયુષ્યમાન કાર્ડ છે. આ કાર્ડ ધારકોની સંખ્યા સમગ્ર દેશમાં ગુજરાત ચોથા ક્રમાંકે છે. ઉલ્લેખનીય છે કે તમામ દર્દીઓને કેસ સારવાર મળી રહે છે. જેમાં સામાન્ય બીમારી સાથે અતિ મોંઘી સર્જરી તેમજ કેન્સર કિડની હૃદય સંબંધિત બીમારીઓને પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃપંચમહાલ જિલ્લામાં આપકે દ્વાર PMJAY-MA કાર્ડ આયુષ્ય અંતર્ગત આરોગ્ય કાર્યક્રમ યોજાયો

આપ કે દ્વાર આયુષમાન કાર્ડ યોજના

મહત્વની વાત કરવામાં આવે તો રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1.15 કરોડથી વધુ લોકોને પાસે આયુષ્યમાન કાર્ડ છે. રાજ્યની કુલ સંખ્યા 6 કરોડની આસપાસ છે ત્યારે આ યોજના અંતર્ગત માપદંડો પ્રમાણે રાજ્યના જિલ્લા કુટુંબો એટલે કે 4 કરોડ જરૂરિયાત મંદ લાભાર્થીઓને આયુષ કાર્તિક લાભાન્વિત કરવાના સંકલ્પ સાથે રાજ્ય સરકાર દ્વારા આપકે દ્વારા આયુષ્માન કાર્ડની શરૂઆત પણ કરવામાં આવી રહી છે ઉલ્લેખનીય છે કે આ કાર્ડ ના માપદંડની વાત કરવામાં આવતો રાજ્યના ગ્રામ્ય અને શહેરી વિસ્તારના પરિવારોને રૂપિયા 5 લાખનું પ્રતિવર્ષ સુરક્ષા કવચ પુરુ પાડવામાં આવે છે.

સુરક્ષા કવચ પૂરુ પાડવામાં આવે છે

સામાજીક, આર્થિક અને જાતિ આધારિત સર્વેક્ષણ(SECC)-2011 અંતર્ગત નિયત માપદંડો ધરાવતા રાજ્યના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં પરિવારોને રૂપિયા 5 લાખનું પ્રતિવર્ષ સુરક્ષા કવચ પૂરુ પાડવામાં આવે છે. કાર્ડ માટે પાત્રતા ધરાવતા વ્યક્તિ કાર્ડ કઢાવવા www.mera.pmjay.gov.in લિંક પર જઇ શકે છે અને પોતાનો મોબાઇલ નંબર , રેશન કાર્ડ કે SECC માં નોંધણીના આધારે કાર્ડ મેળવી શકે છે.

લાભાર્થીઓ નિયત પધ્ધતિ અનુસાર કાર્ડ

આ યોજના અંતર્ગત કાર્ડ કઢાવવા માટે નાગરિકો યોજના સાથે સંકળાયેલી તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલ,P.H.C, C.H.C, ડિસ્ટ્રીક્ટ ,સબ ડિસ્ટ્રીક્ટ, હોસ્પિટલ, મેડિકલ કૉલેજ, કોમન સર્વિસ સેન્ટર -CSC, ઇ-ગ્રામ, UTIઇન્ફ્રાસ્ટ્રક્ચર ટેકનોલોજી એન્ડ સર્વિસ લિમિટેડ, સેન્ટરમાંથી તેમજ તાલુકા અને શહેરી કક્ષાએ (n) Code Agency Centres પરથી લાયકાત ધરાવતા લાભાર્થીઓ નિયત પધ્ધતિ અનુસાર કાર્ડ કઢાવી શકે છે.

આ પણ વાંચોઃPM Kisan Yojana: પીએમ મોદીએ ખેડૂતોના ખાતામાં મોકલ્યો કિસાન સન્માન નિધિનો 10મો હપ્તો, જાણો કેટલા કરોડ આપ્યાં

ABOUT THE AUTHOR

...view details