ભગવાન મહાવીર સ્વામીના જન્મ મહોત્સવ નિમિત્તે આજે અરૂણોદય સાહેબે વિશ્વ કલ્યાણ અને શાંતિ અર્થે પ્રેરક સંદેશો પાઠવ્યો હતો. તેમણે કહ્યું કે, મહાવીર સ્વામીએ રાજપાઠનો ત્યાગ કરી સાધના કરી છે.
ભગવાન શ્રી મહાવીર સ્વામીના જન્મદિવસ નિમિત્તે આચાર્યશ્રી અરૂણોદય મહારાજે આપ્યો સંદેશ - Gujarat
અમદાવાદ: ભગવાન શ્રી મહાવીર સ્વામીના જન્મદિવસ નિમિત્તે આચાર્ય શ્રી અરૂણોદય મહારાજ સાહેબે આજે વિશ્વના કલ્યાણ અર્થે યુવાનીમાં રાજપાટ છોડીને સંયમના માર્ગે ચાલી નીકળેલ ભગવાન શ્રી મહાવીર સ્વામીના સંદેશને માનવજાતના ઉદ્ધાર માટે તેનું મહત્વ સમજાવતા પ્રેરક સંદેશ આપ્યો હતો.
સ્પોટ ફોટો
ભગવાન મહાવીર સ્વામીના જન્મદિવસ નિમિત્તે વિશ્વ કલ્યાણ અર્થે પૂજા કરવામાં આવી હતી. આચાર્યશ્રી અરૂણોદય મહારાજ સાહેબની નિશ્રામાં યોજાયેલ આ પૂજામાં ભાવિક ભક્તોએ લાભ લીધો હતો.