ગાંધીનગર આરટીઓમાં વર્ષ 2012 સુધીમાં 4.82 લાખ વાહનો નોંધાયેલા છે. જે પૈકી 45 હજારથી વધુ વાહનોમાં હાઇ સિક્યુરીટી નંબર પ્લેટ ફીટ કરવાનું કામ થઇ શક્યુ નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, 4.78 લાખ એચએસઆરપી એંબોઝ્ડ થયેલી તૈયાર થઇ ચૂકી છે. તો બીજી તરફ એવી વિગતો પણ સામે આવી છે કે, અત્યાર સુધીમાં 4.52 લાખ વાહનમાં એચએસઆરપી ફીટ કરવાની કાર્યવાહી પુરી કરાઈ છે.
ગાંધીનગરમાં HSRP નંબરપ્લેટ વગર દોડી રહ્યા છે 45 હજાર વાહનો - hsrp વગરની નંબર પ્લેટ
ગાંધીનગરઃ હાઇ સિક્યુરિટી રજીસ્ટર નંબર પ્લેટ (HSRP) વગર 45 હજાર વાહનો ગાંધીનગરમાં દોડી રહ્યાં છે. આરટીઓ કચેરી અને ખાનગી કંપનીના અણઘડ વહીવટના કારણે એચએસઆરપી ફીટીંગ કરવાની કામગારીમાં વિલંબ થઇ રહ્યો છે. વાહનચાલકો દ્વારા અગાઉથી પૈસા ભરપાઇ કરી દેવાયા પછી પણ સમયસર પ્લેટ ફીટ કરવામાં આવતી ન હોવાની ફરિયાદો ઉઠી છે.
આ ઉપરાંત નવી 25234 એચએસઆરપી ફીટીંગ માટે તૈયાર છે. જિલ્લાના અનેક વાહનચાલકો દ્વારા એવા આક્ષેપો થઇ રહ્યા છે કે, એચએસઆરપી માટે એડવાન્સમાં પૈસા ભરપાઇ કર્યા છતાં પણ ફીટીંગ કરાવવા માટે જઇએ ત્યારે ધક્કા ખવડાવે છે. તંત્ર દ્વારા આયોજનના અભાવે એચએસઆરપીના અરજદારો પરેશાની ભોગવી રહ્યાં છે.
ગાંધીનગર આરટીઓ ખાતે 8મી સપ્ટેમ્બરને રવિવારના રોજ HSRP ફીટમેંટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જે અરજદારોએ નંબર પ્લેટની ફી કચેરીમાં ભરેલી હોય, પરંતુ કોઇ કારણોસર ફીટમેંટ માટે આવ્યાં ન હોય તેવા વાહન માલિકોએ આ દિવસે ફી ભર્યાની રિસીપ્ટ સાથે કેમ્પમાં આવવાનું રેહશે. જેમની પાસે ફી ભર્યાની રીસીપ્ટ હશે, તેમને HSRP નંબર પ્લેટ લગાવી આપવામાં આવશે.