- 2005ની બેચના 49 IAS અધિકારીઓની કેન્દ્રમાં નિયુક્તિ
- કેન્દ્રમાં જોઈન્ટ સેક્રેટરી તથા સમકક્ષ હોદ્દા પર નિયુક્તિ
- બંછાનિધી પાની, શાલિની અગ્રવાલ સહિત 6 IAS દિલ્હી જશે
ન્યુઝ ડેસ્ક: રાજ્યના વધૂ 6 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. 2005ની બેચના 49 IAS અધિકારીઓની કેન્દ્રમાં જોઈન્ટ સેક્રેટરી તથા તેને સમકક્ષ હોદ્દા પર નિયુક્તિ કરવામાં આવી છે. આ 6 IAS અધિકારીઓમાં બંછાનીધિ પાની, શાલિની અગ્રવાલ, હર્ષદકુમાર પટેલ, પી.ભારથી, રણજીથકુમાર, કે.કે.નિરાલાના નામનો સમાવેશ થાય છે.
આ 6 IAS અધિકારીઓની કેન્દ્રમાં કરવામાં આવી છે નિયુક્ત
- બંછાનિધિ પાની, મ્યુનિસિપલ કમિશનર, સુરત
- હર્ષદકુમાર પટેલ, એમ.ડી, ટ્રાન્સપોર્ટ વિભાગમાં
- શાલિની અગ્રવાલ, મ્યુનિ. કમિશનર, વડોદરા
- પી ભારતી, લેબર વિભાગના કમિશનર
- રણજિત કુમાર, MSME વિભાગના કમિશનર, ગાંધીનગર
- કે.કે. નિરાલા, સચિવાલયમાં ગૃહ વિભાગમાં એડિશનલ સેક્રેટરી, ગાંધીનગર