ગાંધીનગરસમગ્ર દેશમાં 24 ઓક્ટોબરના દિવસે દિવાળીની ઉજવણી કરવામાં આવશે. પરંતુ દિવાળીના તહેવારની ઉજવણીમાટે પૈસા ખૂબ જરૂરી છે. ખાનગી કંપનીઓ દ્વારા કર્મચારીઓને બોનસ અને પગાર દીવાળીના તહેવાર અગાઉ આપી દેવામાં આવે છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના કર્મચારીઓને (government employees) પગાર દિવાળી પહેલા જ આપી દેવાની જાહેરાત કરવામાં આવી છે.
દિવાળી પહેલા રાજ્ય સરકારના કર્મચારીઓના અચ્છેદિન, ભથ્થુ વહેલું મળશે
રાજ્યના કર્મચારીઓને પગાર દિવાળી પહેલા જ આપી દેવાની જાહેરાત કરવામાં આવી છે. આજે નાણા વિભાગ દ્વારા ઠરાવ પાડવામાં આવ્યો છે. રાજ્યના સરકારી કર્મચારીઓ (government employees) અને પેન્શનરો દિવાળીનો તહેવાર ઉજવી શકે તેને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર ઓક્ટોબર માસના પગાર ભથ્થા અને પેન્શનની ચુકવણી વહેલી કરશે.
નાણા વિભાગની જાહેરાત રાજ્ય સરકારના નાણા વિભાગદ્વારા આજે તારીખ 12 ઓક્ટોબરના દિવસે એક ઠરાવ પાડવામાં આવ્યો છે. જેમાં 13 ઓક્ટોબર 1993 ના ઠરાવથી સરકારી કર્મચારીઓના પગાર જે માસના પગાર પથ્થર ચૂકવવા પાત્ર હોય તે પછીના માસના પ્રથમ ત્રણ કામકાજના દિવસો દરમિયાન ટેકનીક પ્રથા અનુસાર ચૂકવવાના રહેશે. જ્યારે ચાલુ વર્ષે દિવાળીના તહેવાર 24 ઓક્ટોબરના રોજ હોવાથી રાજ્યના સરકારી કર્મચારીઓ અને પેન્શનરો દિવાળીનો તહેવાર ઉજવી શકે તેને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર ઓક્ટોબર માસના પગાર ભથ્થા અને પેન્શનની ચુકવણી વહેલી કરશે. આમ રાજ્ય સરકાર 17 18 અને 19 ઓક્ટોબરના રોજ તબક્કા વાર સરકારી કર્મચારીઓનો પગાર ચૂકવશે.
બોનસની જાહેરાતવર્ગ 4 ના કર્મચારીઓ માટે બોનસની જાહેરાત દિવાળીમાં બોનસને લઈને પણ રાજ્ય સરકાર દ્વારા મહત્વની જાહેરાત કરી છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા સાતમાં છઠ્ઠા અને પાંચમાં પગાર પંચમાં વર્ગ-4 ના સંવર્ગમાં નિયમિત પગાર ભથામાં ફરજ બજાવતા કર્મચારીઓને વર્ષ 2021 22 ના હિસાબી વર્ષ માટે 30 દિવસના વેતન જેટલું એડ હક બોનસ ચૂકવવામાં આવશે. જ્યારે એડવોક બોનસની રકમની મહત્તમ મર્યાદા 3500 સુધી રાજ્ય સરકારના નાણા વિભાગ દ્વારા રાખવામાં આવી છે આમ 20 તારીખ પહેલા રાજ્યના વર્ગ ચારના કર્મચારીઓને બોનસની ચુકવણી પણ કરી દેવામાં આવશે..