- આવતી કાલે બપોરે અમિત શાહ માણસા પહોંચશે
- માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લેશે અમિત શાહ
- અમિત શાહનો પરિવાર ગામ લોકો સાથે ગરબે ઘૂમ્યો
ગાંધીનગર : આવતીકાલે બપોરે બહુચરમાતાના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવશે. જેમાં ખાસ કરીને કેન્દ્રીય પ્રધાન અમિત શાહની ઉપસ્થિત રહેશે. જે તેમના વતન માણસામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપશે. મંદિરના આ મહોત્સવ નિમિત્તે તેમનો પરિવાર અગાઉથી જ તેમના વતનમાં પહોંચ્યો હતો. અમિત શાહના પત્ની સોનલબેન તેમના પુત્ર વધુ અને ગામલોકો સાથે અગાઉની તૈયારીમાં ભાગ લીધો અને ગરબે રમ્યા હતા. આ નિમિત્તે જય શાહે પણ તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું.
માણસામાં માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અમિત શાહનો પરિવાર ગરબે ઘૂમ્યો અમિત શાહના પરિવારે હાજરી આપીમાણસા એ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનું વતન છે. જ્યાં તેમને બહુચર માતા પર ઘણી શ્રદ્ધા છે. જેથી તેઓ દર વર્ષે માતાજીની આરતી નવરાત્રીના બીજા વર્ષે ઉતારી પૂજાવિધિ કરે છે. ત્યારે આ વખતે પણ તેમને નવરાત્રિમાં ભાગ લીધો હતો. આવતીકાલે મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અમિત શાહ આવશે. બહુચર માતાનું મંદિર પહેલા નાનું હતું. અત્યારે બહુચરમાતાનું મંદિર મોટું બનાવવામાં આવ્યું છે. પરંતુ એ પહેલા માતાજીની શોભાયાત્રા રૂપે રથ નીકળ્યો હતો. જેમાં અમિત શાહના પત્ની અને પરિવારના અન્ય સભ્યોએ હાજરી આપી હતી.