ગાંધીનગર: રાજ્યના આર્થિક પાટનગર અમદાવાદમાં વર્ષ 2008માં સિરિયલ બ્લાસ્ટની ઘટના (Ahmedabad Serial Blast 2008 )બની હતી. આજે 14 વર્ષ પછી અમદાવાદ સેશન કોર્ટ દ્વારા આજે 77 આરોપીઓ પૈકી 28 આરોપીઓને પૂરતા પુરાવાના અભાવેનિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે. કુલ 49 જેટલા આરોપીઓને બુધવારના રોજ સજા જાહેર કરવામાં આવશે. અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટના (Ahmedabad serial bomb blast)તપાસ અધિકારી એવા મયુર ચાવડા સાથે સીરીયલ બોમ્બ બ્લાસ્ટની ખાસ ચર્ચા.
મયુર ચાવડાનો તપાસમાં શું રોલ ?
જે તે સમયના અમદાવાદ ક્રાઇમ બ્રાંચના એસીપી અને હાલના ગાંધીનગર એસપી મયુર ચાવડાએ ETV Bharat સાથે કરેલી ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે શરૂઆતના સમયમાં એટલે કે જ્યારે બોમ્બ બ્લાસ્ટ થયા ત્યારે વર્ષ 2008માં પૂર્વ વિસ્તારના મણીનગર નારોલ બાપુનગર જેવા વિસ્તારોમાં જે બોમ્બ બ્લાસ્ટ થયા હતા તેનું ઇન્વેસ્ટિગેશનની જવાબદારી પ્રાપ્ત થઈ હતી. અત્યારે આ સમયમાં જ જે તે પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેસ નોંધણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને મને આ અંગેની તપાસ સોંપવામાં આવી તે પણ મારા માટે મહત્વની હતી અત્યારે આનંદની લાગણી થાય છે કે આ કેસનો આખરે ચુકાદો આવ્યો છે.
પુરાવાના અભાવે અમુક આરોપીઓ નિર્દોષ છૂટી ગયા ?
નામદાર કોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો છે તે અમે આનંદમય સ્વીકાર કરીએ છીએ. જ્યારે હજી સુધી લેખિતમાં ઓર્ડર અમારી પાસે આવ્યો નથી ત્યારે જે આરોપીઓ નિર્દોષ છૂટી ગયા છે. તે કયા પુરાવાના આધારે છૂટી ગયા છે તેનો પણ અમે આ આ બાબતે ખાસ અભ્યાસ કરીશું અને આવનારા સમયમાં અને ભવિષ્યમાં એક તપાસ અધિકારી તરીકે આવી બીજી વખત ભૂલ ન થાય તે બાબતે પણ અભ્યાસ કરવામાં આવશે.