ગુજરાત

gujarat

ETV Bharat / state

Raghavji Patel : કૃષિપ્રધાન રાઘવજી પટેલે ચણાની ખરીદીની મર્યાદા વધારવાની કેન્દ્ર સરકારને દરખાસ્ત કરી - Narendra sinh Tomar

ચણા પકવતા ખેડૂતોના હિતને દ્રષ્ટિમાં રાખી કૃષિપ્રધાન રાઘવજી પટેલે (Agriculture Minister Raghavji Patel )કેન્દ્ર સરકારને ચણાના ભાવને લઇ દરખાસ્ત (Raghavji Patel Proposed Central Government ) કરી હતી. ગુજરાતમાં ટેકાના ભાવે ચણાના કુલ ઉત્પાદનની 25 ટકા ખરીદીની મર્યાદા વધારીને 40 ટકા (To Increase Purchase Limit of Chickpea )સુધી કરવા કેન્દ્ર સરકારને રજૂઆત કરવામાં આવી છે.

Raghavji Patel : ચણાની ખરીદી મર્યાદા વધારવાની કેન્દ્ર સરકારને દરખાસ્ત કરી
Raghavji Patel : ચણાની ખરીદી મર્યાદા વધારવાની કેન્દ્ર સરકારને દરખાસ્ત કરી

By

Published : Feb 3, 2023, 8:44 PM IST

ગાંધીનગર : કૃષિપ્રધાન રાઘવજી પટેલે કેન્દ્રીય કૃષિપ્રધાન નરેન્દ્રસિંહ તોમર તેમજ રાસાયણિક ઉર્વરક આરોગ્યપ્રધાન મનસુખ માંડવીયા સાથે નવી દિલ્હીમાં મુલાકાત કરી હતી. શુભેચ્છા મુલાકાત દરમિયાન કરતા કૃષિપ્રધાન રાઘવજી પટેલે ગુજરાતના ચણા ખેડૂતોના હિતની વાત કરી હતી.

ચણા ખરીદી મર્યાદા વધારવા રજૂઆત :ગુજરાતમાં ચણા પકવતા વધુમાં વધુ ખેડૂતોને ટેકાના ભાવની યોજના હેઠળ આવરી લઈ પોષણક્ષમ ભાવ પૂરા પાડવા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની નેતૃત્વવાળી સરકાર સતત પ્રયત્નશીલ છે. જેના ભાગરૂપે ચણાની ટેકાના ભાવે ખરીદી બાબતે હાલમાં રાજ્યના કુલ ઉત્પાદનના 25 ટકા ખરીદીની મર્યાદા વધારીને 40 ટકા સુધી કરવા ગુજરાતના કૃષિપ્રધાન રાઘવજી પટેલે નવી દિલ્હી ખાતે કેન્દ્રીય કૃષિપ્રધાન નરેન્દ્રસિંહ તોમરને રૂબરૂ મળીને ચણાની ખેતી કરતા ખેડૂતોના હિતમાં રજૂઆત કરી છે.

આ પણ વાંચો Chickpea purchase scam in Harij : છેલ્લા 7 વર્ષમાં પાણીપત્રકમાં ચણાનું વાવેતર જ ન થયાંનો કોંગ્રેસનો આક્ષેપ

આગામી વર્ષે વધુ ગ્રાન્ટની ફાળવણીની માગ : આ મુલાકાત દરમિયાન કૃષિપ્રધાન રાધવજી પટેલે કેન્દ્રીય કૃષિપ્રધાન નરેન્દ્રસિંહ તોમરને ગુજરાતના કૃષિ વિકાસમાં કેન્દ્ર સરકારના નિરંતર સહયોગ તથા કેન્દ્ર સરકાર સહાયિત રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના થકી રાજ્યની માળખાગત સુવિધાઓમાં વધારો થવા બદલ ગુજરાત સરકાર તરફથી આભાર વ્યક્ત કર્યો હતો. રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના હેઠળ ગુજરાતના વધુને વધુ ખેડૂતોને લાભ મળી રહે, કૃષિ સંલગ્ન માળખાકીય સુવિધાઓ ઊભી થાય તેમજ ખેડૂતની આવક વધે તે હેતુસર આગામી વર્ષે વધુ ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે તે અંગે કૃષિપ્રધાન રાઘવજી પટેલે કેન્દ્રીય કેન્દ્રીય કૃષિપ્રધાન નરેન્દ્રસિંહ તોમરને અપીલ કરી હતી.

આ પણ વાંચો 10 માર્ચથી 90 દિવસ માટે ટેકાના ભાવે થશે ખરીદીનો પ્રારંભ, કરાવો નોંધણી

ઉર્વરકપ્રધાન મનસુખ માંડવીયાને મળ્યાં :કૃષિપ્રધાન રાધવજી પટેલે નવી દિલ્હી ખાતે રાસાયણિક અને ઉર્વરકપ્રધાન મનસુખ માંડવીયાની પણ શુભેચ્છા મુલાકાત કરી હતી. આ દરમિયાન કૃષિપ્રધાન રાધવજી પટેલે કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને જરૂરિયાત મુજબ પુરતા જથ્થામાં ખાતરની ફાળવણી કરાવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. વધુમાં કચ્છ જિલ્લામાં ખાતરની તંગી ન વર્તાય તે માટે લોજિસ્ટિક સંબંધિત ખાસ વ્યવસ્થા ઉભી થાય તે માટે પણ રજૂઆત કરી હતી.

યુરીયા ખાતરના ડાયવર્ઝન રોકવાના પગલાંથી માહિતગાર કર્યાં : કૃષિપ્રધાન રાધવજી પટેલે ઉપરાંત રાજ્યમાં સબસીડાઇઝ યુરીયા ખાતરના ડાયવર્ઝન રોકવા ગુજરાત સરકાર દ્વારા લીધેલ પગલાં અંગે કેન્દ્રીયપ્રધાન માંડવીયાને માહિતગાર કરીને તે અટકાવવા માટે હાલની ખાતર વિતરણ વ્યવસ્થા વધુ સુદ્રઢ કરવા અંગે કેટલાક જરૂરી સૂચનાઓનું આદાનપ્રદાન કર્યું હતું. કૃષિપ્રધાન રાધવજી પટેલે નવી દિલ્હી ખાતેની તેમની આ મુલાકાત ગુજરાતના ખેડૂતો માટે ખૂબ જ ફળદાયી નીવડશે તેવી આશા પણ વ્યક્ત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details