ગાંધીનગરઃગુજરાત રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા આજે (મંગળવારે) સાંજે 6 વાગ્યે નિવૃત્ત થઈ રહ્યા છે. ત્યારે રાજ્ય સરકારના ગૃહ વિભાગે એક વટહુકમ બહાર પાડ્યો છે. તે મુજબ રાજ્યના ઈન્ચાર્જ DGP તરીકે વિકાસ સહાયની નિમણૂક કરવામાં આવી છે. ગૃહ વિભાગના હુકમ મુજબ, આ ખાલી જગ્યાનો વધારાનો હવાલો અન્ય હુકમ ન થાય ત્યાં સુધી IPS વિકાસ સહાય ઈન્ચાર્જ ડીજીપી તરીકે કાર્યરત્ રહેશે.
આ પણ વાંચોGujarat IPS Officer: સરકારે 7 IPS અધિકારીઓને કરી દીધા ખુશ, પે સ્કેલમાં કર્યો વધારો
UPSC બેઠક બાદ નવા DGP થશે નિમણૂકઃનવા ડીજીપીની નિમણૂક પહેલા યુપીએસસીની બેઠક થાય છે અને નવા પોલીસવાળાના નામની કરવામાં આવે છે. ત્યારે હજી સુધી આ બેઠક મળી નથી ત્યારે આગામી સમયમાં આ બેઠક મળશે અને ત્યારબાદ ગુજરાત નવા પોલીસ વડાની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે ત્યાં સુધી વિકાસ સહાયને જ ઈન્ચાર્જ પોલીસ વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
DGP તરીકે અતુલ કરવાલનું નામ પણ મોખરેઃ આપને જણાવી દઈએ કે, રાજ્યના નવા DGP તરીકે અતુલ કરવાલનું નામ સૌથી મોખરે ચાલી રહ્યું છે. અત્યારે તેઓ ડેપ્યુટેશન પર NDRFમાં ડીજીપી છે. જોકે, તેઓ કદાચ ગુજરાત પરત ન આવે તો 3 મહિના માટે અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવને ડીજીપીનો ચાર્જ સોંપવામાં આવે તેવી શક્યતા છે. મહત્વનું છે કે, આશિષ ભાટિયા બાદ સૌથી સિનિયર અધિકારી સંજય શ્રીવાસ્તવ છે. જોકે, તેઓ પણ 30 એપ્રિલે નિવૃત્ત થઈ રહ્યા છે. જ્યારે રાજ્યના મુખ્ય ડીજીપી તરીકે જે અધિકારીની નિમણૂક કરવામાં આવે તેમની નિવૃત્તિને ઓછામાં ઓછા 6 મહિના બાકી હોવા જોઈએ તેવો સુપ્રીમ કોર્ટનો નિર્દેશ છે.