અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘની ગુજરાત પ્રદેશની કારોબારી બેઠક આજે સોમવારે ગાંધીનગર સેક્ટર 15 સ્થિત આઇઆઇટી કેમ્પસ ખાતે મળી હતી. જેમાં રાષ્ટ્રીય મહાસંઘ સાથે જોડાયેલા ગુજરાતના જિલ્લાના હોદ્દેદારો હાજર રહ્યા હતા. કારોબારી બેઠકમાં પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકો હાજર રહ્યા હતા.
બેઠકમાં રાષ્ટ્રીય મહાસચિવ મોહનજી પુરોહિત હાજર રહ્યા હતા તેમણે કહ્યું કે, 8થી 10 નવેમ્બર રોજ ગણપત વિશ્વવિદ્યાલય ખાતે રાષ્ટ્રીય અધિવેશન યોજાશે જેની પૂર્વ તૈયારીના ભાગરૂપે રાજ્યના તમામ જિલ્લાના રાષ્ટ્રિય શિક્ષક સંઘ સાથે જોડાયેલા હોદ્દેદારો આજે હાજર રહ્યા છે. રાષ્ટ્રીય સંમેલનમાં દેશના માનવ સંસાધન પ્રધાન સહિત રાજ્યના મુખ્ય પ્રધાન અને રાજ્યપાલ પણ હાજર રહેશે અનેક વિશ્વ વિદ્યાલયના કુલપતિઓ હાજર રહેશે.
જેમાં રાષ્ટ્રહિતમાં શિક્ષક, શિક્ષક હિતમાં સમાજ અને સમાજ હિતમાં શિક્ષક. આ ત્રણ બાબતો પર ચિંતન કરવામાં આવશે. રાષ્ટ્રહિતમાં કરીશું કામ અને કામના લઈશું પુરા દામ. આ બાબત ઉપર ખાસ ચિંતન કરવામાં આવશે. 2008માં સ્થાપના કરવામાં આવી હતી. ત્યારે આજના સમયમાં વિશાળ વડલો બની ગઈ છે. કાઈઝાલા એપ બાબતે કેટલાક શિક્ષકો સારી રહ્યા છે. જ્યારે કેટલાક ખરાબ માની રહ્યા છે ત્યારે આ નિરીક્ષણ હજુ બાકી છે. ત્યારે તે બાબતે રાજ્યના પદાધિકારીઓ જણાવી શકશે.
રાજ્ય શિક્ષક સંઘ બાદ અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષક સંઘ પણ કાયઝાલા એપની BLOની કામગીરીનો કરશે બહિષ્કાર રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘના ગુજરાતના મહાસચિવ રતુભાઈ ગોર કહ્યું કે, સમગ્ર શિક્ષક સમાજ ઉપર એપના કારણે અવિશ્વાસનું વાતાવરણ ઊભું થયું છે. ત્યારે આવું ખરાબ વાતાવરણના સર્જાય તે માટે અમે તેનો વિરોધ કરી રહ્યા છીએ. મહાસંઘ પોતાના શિક્ષકોને પોતાના મોબાઈલની અંદર એપ ઇન્સ્ટોલ નહિ કરવા માટે આદેશ કરશે. જ્યારે BLOની કામગીરીથી પણ અળગા રહેશે. શિક્ષકો દ્વારા હવે કાયદાએ બાબતે રણશિંગુ ફૂંકી દેવામાં આવી છે ત્યારે આગામી સમયમાં સરકાર આ બાબતે કેવા પગલાં ભરે છે તે જોવાનું રહ્યું.