ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજસ્થાનમાં પ્રવેશ માટે બોર્ડર સીલ, ગૃહ વિભાગની પરમિશન હશે તો જ પ્રવેશ મળશે : DGP

પરપ્રાંતીયો રાજસ્થાન જવા નીકળ્યા છે તે તમામને અપીલ છે કે, રાજસ્થાન બોર્ડર સીલ કરાઇ છે એટલે પ્રવેશ મળશે નહીં. સંબંધિત જિલ્લા કલેક્ટર કે ગૃહ વિભાગની મંજૂરી હશે તો જ પ્રવેશ મળશે એ સિવાય પ્રવેશ મળશે નહીં એટલે પરપ્રાંતીયોએ ત્યાં જવું હિતાવહ નથી.

રાજસ્થાનમાં પ્રવેશ માટે બોર્ડર સીલ, ગૃહ વિભાગની પરમિશન હશે તો જ પ્રવેશ મળશે : DGP
રાજસ્થાનમાં પ્રવેશ માટે બોર્ડર સીલ, ગૃહ વિભાગની પરમિશન હશે તો જ પ્રવેશ મળશે : DGP

By

Published : May 8, 2020, 8:23 PM IST

ગાંધીનગર: રેડ ઝોનના કન્ટેન્ટમેન્ટ વિસ્તારોમાં લૉકડાઉનનો સજ્જડ અમલ કરાવવામાં આવી રહ્યો છે તે જ રીતે ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં આંશિક છૂટછાટ આપવામાં આવી છે. તેમાં પણ ચુસ્ત અમલ થઈ રહ્યો છે ત્યારે લોકહિતને ધ્યાને લઇને રાજ્ય સરકારે જે ગાઈડલાઈન બનાવી છે તેમાં નાગરિકો સહયોગ આપે તે જરૂરી છે. આમ નહીં થાય તો પોલીસ ચોક્કસ કાર્યવાહી કરશે એટલે અનિવાર્ય કારણોસર નાગરિકો બહાર ન નીકળે. સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવેલા લોકો દ્વારા સંક્રમણ ફેલાવાની શક્યતા વધુ છે. ત્યારે હોમ કોરન્ટાઈનમાં રહેતા લોકો પણ બહાર ન નીકળે એટલું જ જરૂરી છે. આવા લોકો બહાર નીકળશે તો તેમની સામે પણ કડક હાથે કાર્યવાહી કરાશે. હોમ કોરોન્ટાઈનવાળા લોકો બહાર દેખાય તો નાગરિકો પોલીસને જાણ કરશે તો ચોક્કસ તેમની સામે પગલાં લેવાશે.

રાજસ્થાનમાં પ્રવેશ માટે બોર્ડર સીલ, ગૃહ વિભાગની પરમિશન હશે તો જ પ્રવેશ મળશે : DGP
પ્રતિબંધિત વસ્તુઓની હેરફેર અને વેચાણ પર પોલીસ સતત ચાંપતી નજર રાખી રહી છે અને આવી બાબત ધ્યાને આવશે તો તેમની સામે ગુનો નોંધાશે. ગઈકાલે દૂધના કેનમાં પાન મસાલાની હેરફેર સંદર્ભે રાજકોટ ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે. આવશ્યક સેવાઓનો દુરુપયોગ ન થાય તે માટે પણ પોલીસ સચેત છે. એ જ રીતે આંતર જિલ્લા હેરફેર માટે પણ માત્ર અધિકૃત પાસના આધારે જ હેરફેર થઈ શકશે. એટલે કોઈએ પાસ વગર નીકળવું નહીં. પોલીસ સઘન ચેકિંગ કરી રહી છે. ગઈકાલે અમરેલી જિલ્લાના લાઠી ખાતે નકલી પાસ બનાવીને અમરેલીમાં પ્રવેશવાનો પ્રયાસ કરતાં બે વ્યક્તિઓ સામે ગુનો નોંધીને તેમની ધરપકડ પણ કરી દેવાઈ છે.લૉકડાઉન સંદર્ભે પોલીસ કર્મીઓ ખડે પગે ફરજ બજાવી રહ્યા છે ત્યારે તેમાં સંક્રમિત થયેલા તમામ પોલીસકર્મીઓની તબિયત સારી છે. 67 પોલીસકર્મીઓ કોરોનાનો ભોગ બન્યા હતા તે સ્વસ્થ થઈ ગયા છે અને તકેદારીના ભાગરૂપે 601 જેટલા કર્મીઓ હોમ કોરોન્ટાઈન હેઠળ હતા તે તમામ લોકો કોરોન્ટાઈન સમય પૂર્ણ કર્યો છે અને સંપૂર્ણ સ્વસ્થ છે.

ABOUT THE AUTHOR

...view details