રાજ્યમાં ભ્રષ્ટાચાર વધી ગયો છે, તેનો વધુ એક પુરાવો સામે આવ્યો છે. ગાંધીનગરની બગલમાં આવેલા કોલવડા ગામમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રી રણવીરસિંહ દિલીપસિંહ રાણા બુધવારે રોડ જ બપોરના સમયે ગાંધીનગર કોર્ટમાં આવ્યા હતા. તલાટી પાસે અગાઉ ગામમાં રહેતા ખેડૂત પેઢીનામું કરાવવા ગયા હતા. પેઢીનામું કરવા માટે તલાટી કમ મંત્રી દ્વારા ખેડૂત પાસે રૂપિયા 7000 માગવામાં આવ્યા હતા.
પેઢીનામું કરવા 7 હજાર રૂપિયાની લાંચ લેતા કોલવડાના તલાટી રંગેહાથ ઝડપાયા - તલાટી કમ મંત્રી
ગાંધીનગર: જિલ્લા પાસે આવેલા કોલવડા ગામમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રી સાત હજાર રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. ગાંધીનગર કોર્ટ પાસે ACB દ્વારા છટકું ગોઠવીને રંગેહાથ ઝડપી લીધા હતાં.
પેઢીનામું કરવા કોલવડાના તલાટી લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
ગાંધીનગર કોર્ટમાં કોલવડા ગામમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રી આવ્યા હતા. પેઢીનામું કરાવવાના ખેડૂત પણ બુધવારે બપોરના સમયે કોર્ટમાં આવ્યા હતા. ત્યારે ગાંધીનગર ACBની ટીમ દ્વારા સાત હજાર રૂપિયા લેતા રંગે હાથે ઝડપી લીધા હતા. આ બનાવની જાણ ગાંધીનગર તાલુકામાં ફરજ બજાવતા તલાટીઓને થતા ફફડાટ વ્યાપી ગયો હતો. ત્યારે ACBની ટીમે તલાટીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.