જો ટકાવારી મુજબ જોઈએ તો રાજ્યમાં ચાલુ સીઝનમાં 85 ટકા જેટલું વાવેતર જોવા મળી રહ્યુ છે. રાજ્યમાં પડેલા વરસાદના પગલે સૌથી વધુ માત્રામાં કપાસના પાકને ફાયદો થયો છે. રાજ્યમાં કપાસનું વાવેતર 25 લાખ 99 હજાર હેક્ટરમાં થયું છે. અગાઉની સરખામણીમાં 100 ટકા વાવેતર થયેલું ગણાય.
રાજ્યમાં કુલ 85 ટકા વાવેતર થયું, જમીન ધોવાણ મુદ્દે ખેડુતોને સરકાર સહાય પુરી પાડશે
ગાંધીનગરઃ રાજ્યમાં સાર્વત્રિક વરસાદના પગલે રાજ્યમાં મબલબ માત્રામાં પાક જોવા મળી રહ્યો છે. રાજ્યના 5 ઝોનમાં વાવણી લાયક વરસાદ થતાં વિપુલ માત્રમાં મગફળી, કપાસ, અને ડાંગરનો પાક જોવા મળી રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 71 લાખ હેકટર જેટલા વિસ્તારમાં વાવેતર થઇ ગયું છે. જ્યારે, રાજ્યમાં કુલ 86 ટકા વરસાદ નોંધાયો છે. ત્યારે, રાજ્યમાં ખેડૂતો દ્વારા કુલ 85 ટકા જેટલું વાવેતર કરવામાં આવ્યું છે.
બીજો પાક મગફળીનો છે. મગફળીમાં 15 લાખ 25 હજાર હેક્ટરમાં વાવેતર થયું છે. જે 97 ટકા વાવેતર ગણી શકાય. ત્રીજો સૌથી મોટો ખરીફ પાક તે ઘાસચારો ગણી શકાય તેનું 8.60 હેક્ટરમાં વાવેતર થયું છે. એટલે કે, 71 ટકા જેટલું વાવેતર ગણી શકાય.
ચોથો પાક ડાંગર છે. જેનુ 6 લાખ 45 હજાર હેક્ટરમાં વાવેતર થયેલ છે. એટલે કે, 85 ટકા જેટલું થયું છે. મધ્ય ગુજરાતમાં હવે દીવેલાનું વાવેતર થશે. આમ, ચાલુ વર્ષની સીઝન તમામ પાકો માટે સારી છે. રવિ પાકમાં પણ સારો એવો પાક થશે તેવું પણ કૃષિ નિયામકે લાગણી વ્યક્ત કરી હતી.
તો બીજી તરફ થોડા દિવસો પહેલા મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પડેલા ભારે વરસાદના કારણે ખેડૂતોની જમીનનું ધોવાણ થયું હતું. જેના લીધે ખેડૂતના પાકને પણ નુકશાન થયું હતું. હાલ જમીન ધોવાણ થયેલા વિસ્તારની સર્વેની કામગીરી સ્થાનિક લેવલ પર આપી દેવામાં આવી છે અને ટુંક સમયમાં તેની સહાય યોજના પણ ચૂકવી દેવામાં આવશે.