ગુજરાત

gujarat

ETV Bharat / state

જન્મ બાદ સર્જરીથી સાંભળતાં થયેલાં 500 બાળકોએ વિશ્વ શ્રવણશક્તિ દિનની ઉજવણી કરી - School Health Program

જન્મ બાદ સર્જરીથી સાંભળતાં થયેલાં 500 બાળકોએ વિશ્વ શ્રવણશક્તિ દિનની ઉજવણી કરી હતી. ગાંધીનગર સિવિલ કોક્લીઅર ઇમ્પ્લાન્ટ સેન્ટર સાથે આરબીએસકે અંતર્ગત શાળા આરોગ્ય કાર્યક્રમ કરી રહી છે. વિશ્વ શ્રવણશક્તિ દિનની ઉજવણીના ભાગરૂપે 500 બાળકોના પરિવારજનો સિવિલ હોસ્પિટલના ઓડિટોરિયમમાં ભેગા થયાં હતાં અને કોકલીયર ઇમ્પ્લાન્ટથી સાંભળતાંબોલતાં થયેલાં 500 બાળકો સાથે રાષ્ટ્રગાન ગાયું હતું.

જન્મ બાદ સર્જરીથી સાંભળતાં થયેલાં 500 બાળકોએ વિશ્વ શ્રવણશક્તિ દિનની ઉજવણી કરી
જન્મ બાદ સર્જરીથી સાંભળતાં થયેલાં 500 બાળકોએ વિશ્વ શ્રવણશક્તિ દિનની ઉજવણી કરી

By

Published : Mar 3, 2020, 6:19 PM IST

Updated : Mar 4, 2020, 10:13 AM IST

ગાંધીનગરઃ સાંભળવાની ખોટ એ ભારતની બીજી સૌથી સામાન્ય વિકલાંગતા છે. જો તેનો યોગ્ય સમયે ઉપચાર કરવામાં આવે તો તેમાંથી મોટાભાગને સારવારથી સારું કરી શકાય છે. એક સર્વે પ્રમાણે દર હજાર નવજાત શિશુ પૈકી ચાર બાળકોને સાંભળવાની તકલીફ હોય છે. એટલે જ ભારતમાં શારીરિક દિવ્યાંગતામાં શ્રવણશક્તિની ખોડને બીજા ક્રમે રાખવામાં આવે છે. જે બાળકો જન્મથી જ સાંભળી શકતાં નથી. તેના મગજ સુધી કોઈ શબ્દ જે અવાજ પહોંચવાનોજ નથી તેથી તે કઈ રીતે બોલવું તે પણ તે બાળકને ખબર પાડવાની નથી. એટલે જે જન્મથી સાંભળી શકતો નથી તે બોલી પણ શકતો નથી. પરંતુ સમયસર સારવાર કરવામાં આવે તો આ તકલીફમાંથી બાળકને બચાવી શકાય છે.

જન્મ બાદ સર્જરીથી સાંભળતાં થયેલાં 500 બાળકોએ વિશ્વ શ્રવણશક્તિ દિનની ઉજવણી કરી

આ માટે રાજ્ય સરકારે પહેલ કરી અને સ્કૂલ હેલ્થ અંતર્ગત કોકલીયર ઈમ્પલાન્ટ નિઃશુલ્ક કરવામાં આવ્યું છે.ખાનગી દવાખાનામાં 7થી 8 લાખના ઓપરેશન થાય તે ગાંધીનગર, વડોદરા, સૂરત, જામનગર, રાજકોટ, ભાવનગરની સરકારી મેડિકલ કોલેજમાં શાળા આરોગ્ય કાર્યક્રમ હેઠળ મફતમાં થાય છે. ત્યારે દરેક બાળકના જન્મ વખતે જ જો તેનો હિયરિંગ ટેસ્ટ કરવામાં આવે તો તેને બહેરાશ છે કે, કેમ તેનો ખ્યાલ આવી જાય અને જો બાળક બહેરું હોય તો તેને જન્મ બાદના શરૂઆતના વર્ષોમાં જ ઇમ્પ્લાન્ટ ફીટ કરવામાં આવે તો તેના પરિણામ પણ સારાં મળે છે. ત્યારે આ વિશે જનજાગૃતિ અર્થે 3જી માર્ચ વિશ્વ શ્રવણશક્તિ દિનની ગાંધીનગરના ઓડિટોરિયમ ખાતે ઉજવણી કરવામાં આવી હતી.

ગાંધીનગર સિવિલના ઇએનટી સર્જન ડો નીરજ સૂરીએ કહ્યુ કે, "રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કલ્યાણ યોજના અંતર્ગત કરવામાં આવનાર આ ઉજવણીમાં ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશના ઇમ્પ્લાન્ટથી સાંભળતાં થયેલાં બાળકો આવ્યાં હતાં અને તેઓ પોતાની આપવીતી કહેવા ઉપરાંત હનુમાન ચાલીાસા પઠન, શ્લોક ગાન સંગીત વગાડવા જેવા પરફોર્મન્સ કર્યાં હતાં. ગાંધીનગર સિવિલમાં સફળ સર્જરી બાદ સાંભળતાં થયેલા 500થી વધુ બાળકો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં.

Last Updated : Mar 4, 2020, 10:13 AM IST

ABOUT THE AUTHOR

...view details