અમદાવાદ ડેસ્ક:નરેન્દ્ર મોદીએ આપેલો ‘આત્મનિર્ભર ભારત’નો કોલ આત્મનિર્ભર ગુજરાતના નિર્માણથી અનેક ક્ષેત્રમાં સાકાર થઈ રહ્યો છે. જેના પરિણામ પણ લોકો સુધી પહોંચી રહ્યા છે. ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ હેતું સાકાર કરવામાં ઘણા ક્ષેત્રમાંથી સફળતા પ્રાપ્ત થઈ છે. રાજ્ય સરકારે વધુ એક કદમ માતબર મૂડીરોકાણ માટેના એમ.ઓ.યુ. કરીને ભાવિ વિકાસના દ્વાર ખોલી દીધા છે.
આ પણ વાંચોઃ Budget session 2023: AMC કહ્યું અમદાવાદ શહેરનો ગ્રીન કવર એરીયા ઘટ્યો નહીં પરંતુ વધ્યો છે
મોટું યોગદાનઃઆત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતના નિર્માણની આ પ્રતિબદ્ધતામાં રાજ્ય સરકારે ઓક્ટોબર-2022 માં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં જાહેર કરેલી ‘‘ધ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ’’ મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે. આ યોજના અન્વયે રાજ્યમાં જુદા જુદા સ્થળોએ ઉદ્યોગ શરૂ કરવા માટે વિવિધ ઉદ્યોગકારો અને રાજ્ય સરકાર વચ્ચે દર સપ્તાહના પ્રથમ દિવસ એટલે કે સોમવારે MoU કરાયા હતા.
છ તબક્કાઃ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં આ ઉપક્રમના છ તબક્કાઓ તા. 13 ફેબ્રુઆરી 2023થી 27 માર્ચ 2023 દરમિયાન પૂર્ણ થયા છે. કુલ 59 જેટલા MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આના પરિણામે ગુજરાતમાં કુલ 90,665 કરોડ રૂપિયાનું સૂચિત મૂડીરોકાણ આકર્ષિત થયું છે. એટલું જ નહીં. આ ઉદ્યોગો શરૂ થવાથી 65,431 જેટલા લોકોને રોજગાર અવસર પણ આવનારા દિવસોમાં મળતા થશે.
આ ક્ષેત્રમાં MoU: જે ક્ષેત્રોમાં અત્યાર સુધીમાં MoU થયા છે તેમા કેમિકલ ક્ષેત્રે 40 હજાર, એન્જીનિયરીંગ ક્ષેત્રે 6 હજાર અને રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે 5 હજાર સૂચિત રોજગારીની તકો ઉપલબ્ધ થશે. ‘‘ધ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્ટસ ટુ ઇન્ડસ્ટ્રીઝ’’ને વધુ ગતિ આપતાં આ સોમવારે તા.27મી માર્ચે એક જ દિવસમાં 3 MoU મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સમક્ષ વિવિધ ઉદ્યોગકારોએ કર્યા હતા. ઉદ્યોગ પ્રધાન બલવંતસિંહ રાજપૂતની પ્રેરક ઉપસ્થિતીમાં થયેલા આ 3 MoU દ્વારા રાજ્યમાં રૂપિયા 11,291 કરોડનું સૂચિત રોકાણ આવશે અને 10,600 જેટલી સંભવિત રોજગારીનું સર્જન થશે.
આ પણ વાંચોઃ Vadodara News : રાહુલ ગાંધીને રાજનૈતિક ષડયંત્રમાં ફસાવ્યાં હોવાનો ભરતસિંહ સોલંકીનો આક્ષેપ
ફાર્માસ્યુટિકલ્સ ઉદ્યોગોમાં રોકાણઃMoU કરનારા ઉદ્યોગોમાં બે ભારતીય કંપની અને એક જાપાનિઝ કંપનીએ અનુક્રમે નખત્રાણા, વાલિયા અને સાણંદ ખાતે પોતાના ઉત્પાદન એકમો શરૂ કરવામાં રસ દાખવ્યો છે. આ ‘‘આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ’’ અન્વયે રાજ્યમાં ઉદ્યોગો સ્થાપવા માટે જર્મની, યુ.એસ.એ, યુ.કે, કુવૈત, મલેશિયા સહિતના અન્ય દેશોએ પણ આ પહેલા MoU કરેલા છે.
મહત્ત્વની ફાઈલ સોંપીઃ ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ કમલભાઈ એ રાજ્ય સરકાર તરફથી તથા સંબંધિત ઉદ્યોગકારોએ પોતાના એકમો વતી MoU પર હસ્તાક્ષર કરીને મુખ્યપ્રધાન સાથે મહત્ત્વની ફાઈલની આપ લે કરી હતી. આ અવસરે મુખ્ય સચિવશ્રી રાજકુમાર, ઉદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તા તેમજ ઇન્ડેક્ષ્ટ–બી ના એમ.ડી. સુશ્રી મમતા હિરપરા અને વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
(ગુજરાત સરકારે જાહેર કરેલી પ્રેસનોટને આધારે)