ગાંધીનગર ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Election 2022 ) માં બીજા તબક્કાની ચૂંટણીના ફોર્મ ભરવાની કામગીરી થઇ રહી છે. 17 નવેમ્બરના રોજ ફોર્મ ભરવાના અંતિમ દિવસ છે ત્યારે આજે ગાંધીનગર જિલ્લાની ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠક ( Gandhinagar North Assembly Seat ) અને ગાંધીનગર દક્ષિણ વિધાનસભા બેઠક ( Gandhinagar South Assembly Seat ) માં આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ફોર્મ ભર્યું હતું અને વિધાનસભામાં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
બંને ઉમેદવારોએ વિધાનસભામાં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો શું કહે છે ગાંધીનગર દક્ષિણ વિધાનસભા બેઠક ઉમેદવાર દોલત પટેલ આપ પાર્ટીના ગાંધીનગર દક્ષિણ વિધાનસભા બેઠક ( Gandhinagar South Assembly Seat ) ઉમેદવાર દોલત પટેલે ફોર્મ ભર્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજે સમર્થકો સાથે મેં આજે આમ આદમી પાર્ટી પક્ષમાંથી ફોર્મ ભર્યું છે. વિધાનસભા વિસ્તારમાં લોકોનું સારું સમર્થન પ્રાપ્ત થઈ રહ્યું છે. જનતાએ અંદરથી મન બનાવીને નક્કી કર્યું છે કે પરિવર્તન આવશે. કેજરીવાલે જે દિલ્હી મોડલ બતાવ્યું છે તે મોડલ સાથે જ અમે ગેરંટી કાર્ડ સાથે ઘરે ઘરે ફરીએ છીએ. ગેરેન્ટી કાર્ડનો સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. જો જીત મળશે તો પહેલા સ્વાસ્થ્ય અને શિક્ષણના મુદ્દે કામ કરવામાં આવશે.
ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠક ઉમેદવાર મુકેશ પટેલે શું કહ્યું ?ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠક ( Gandhinagar North Assembly Seat )ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર મુકેશ પટેલે ફોર્મ ભરતા પહેલા મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ દિલ્હી અને પંજાબનું મોડલ આપ્યું છે તેવું મોડલ ગુજરાતમાં સ્થાપના કરવામાં આવશે. મને ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠકની જવાબદારી સોંપવામાં આવી છે અને દાવેદાર તરીકે આજે ફોર્મ ભર્યું છે. પાર્ટીના તમામ નેતાઓનો અને જાહેર જનતાનો આભાર માનું છું. આમ જનતાના પડતર પ્રશ્નો ઉકેલવાનો પ્રયત્ન કરીશ. જ્યારે સરકારી કર્મચારીઓના વિવિધ પ્રશ્નો હું જાણું છું હું સરકારી કર્મચારી હતો. તે પ્રશ્નો વિધાનસભામાં ઉઠાવીશ. વર્તમાન પરિસ્થિતિમાં રોડ રસ્તા અને સરકારી સ્કૂલોની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે તે સુધારવાના પ્રયત્નો કરીશું. હોસ્પિટલોની સુવિધામાં પણ વધારો કરીશું.
રિક્ષામાં આવ્યાં ઉમેદવારીપત્ર ભરવા ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ઉમેદવાર મુકેશ પટેલ ખુલ્લી રિક્ષામાં ગાંધીનગર કલેકટર કચેરી ખાતે ફોર્મ ભરવા માટે આવ્યા હતાં. તેમના સાથે આવેલા સમર્થકોએ દેશનો ધ્વજ લઈને આવ્યા હતાં. ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠક અને ગાંધીનગર દક્ષિણ વિધાનસભા બેઠક ( Gandhinagar South Assembly Seat ) ના ઉમેદવારોએ શક્તિ પ્રદર્શન સાથે ગાંધીનગર કલેકટર ખાતે ફોર્મ ભર્યા હતાં.