રાજ્યના આરોગ્ય કમિશ્નર જયંતિ રવિએ આ અંગે કહ્યું કે, પ્રદુષણથી થતી બીમારી અંગે આરોગ્ય વિભાગ દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી છે અને આ બાબતે એક્શન પ્લાન પણ તૈયાર કરીને લોકોમાં જાગૃતિ લાવવા માટે કામગીરી કરવામાં આવશે.
રાજ્યમાં સતત વધી રહેલા પ્રદુષણને લઇને આરોગ્ય વિભાગ દ્વારા સમીક્ષા બેઠક યોજાઇ સામાન્ય રીતે ગરમીની સિઝનમાં પ્રદૂષણના કારણે નાગરિકોને ખૂબ જ સમસ્યાઓ થતી હોય છે. જેના અંતર્ગત આંખોમાં બળતરા થવી, ધુમાડાના કારણે માથું દુખવું સહિતની સમસ્યાઓ સામાન્ય થઈ ગઈ છે. ત્યારે આ બાબતે લોકોમાં જાગૃતિ લાવવા આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યના તમામ સરકારી હોસ્પિટલના વડાઓની બે દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સરકારી હોસ્પિટલમાં સારવાર લેવા આવતા લોકોને પ્રદૂષણથી કેવી રીતે બચાવી શકાય તેને લઈને પ્રથમ દિવસે તમામ વડાઓને વિગતવાર એક્શન પ્લાન દ્વારા માહિતી આપવામાં આવી હતી.
રાજ્યના આરોગ્ય કમિશ્નરે આ વિશે પર વધુમાં જણાવ્યું કે, પ્રદૂષણથી થતી બીમારીઓને લઈ સરકાર ચિંતિત છે. પરિણામે રાજ્યના તમામ જિલ્લા હેલ્થ ઓફિસરોની તાકીદે બેઠક બોલાવવામાં આવી હતી. કેન્દ્ર સરકાર દ્વારા પ્રદૂષણ બાબતે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. તો આ એક્શન પ્લાનમાં જ્યાં પ્રદૂષણની શક્યતા વધારે હોય તેવા વિસ્તારોની ઓળખ કરવામાં આવી હતી. આ બાબતે બીમારીઓ સામે કેવી રીતે નિદાન અને સુવિધાઓ ઉપલ્બ્ધ કરાવી તેના વિશે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
પ્રદૂષણ માટે પર્યાપ્ત સંસાધનો ઉપલબ્ધ છે કે નહીં તે વિશે પણ આ બેઠકમાં ચર્ચા કરાઇ હતી. તો અભિયાનમાં 1364 હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ગુજરાતમાં કામ કરશે અને જાગૃતિ ફેલાવશે. સપ્તધારા કાર્યક્રમમાં 15,000 ફંકશનના માધ્યમથી લોક જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. સરકાર હીટ એક્શન પ્લાન બનાવ્યો છે. પ્રદૂષણની શક્યતા હોય તેવા વિસ્તારોની ઓળખ પર કરી કેવી સુવિધા ઉપલબ્ધ કરાવવી તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.