ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાઈરસ પોઝિટિવના આંકે અડધી સદી વટાવી દીધી છે. નાગરિકો કોરોનાની દહેશત વચ્ચે મેડિકલની દુકાનોમાં પૈસાદાર લોકો સેનેટાઈઝર અને માસ્ક લેવા માટે માટે લાઈન લગાવતાં જોવા મળે છે. ત્યારે સામાન્ય જિંદગી જીવતાં શ્રમજીવીઓને માસ્કનો વિચાર પણ મોંઘો પડે તેવી સ્થિતિ છે. ત્યારે સેક્ટર 29માં રહેતાં પરમાર પરિવારે ગાંધીનગર અને પેથાપુર વિસ્તારમાં શ્રમજીવીઓને પાંચ હજાર જેટલા ડીસ્પોસેબલ માસ્કનું વિતરણ કર્યું હતું.
કપરી પરિસ્થિતિમાં રહેતાં શ્રમજીવીઓને પરમાર પરિવારે 5 હજાર માસ્કનું વિતરણ કર્યું - કોરોના માસ્ક
હાલની સ્થિતિમાં શ્રમજીવીઓને માસ્કનો વિચાર પણ મોંઘો પડે તેવી સ્થિતિ છે. ત્યારે સેક્ટર 29માં રહેતાં એક પરિવારે ગાંધીનગર અને પેથાપુર વિસ્તારમાં શ્રમજીવીઓને પાંચ હજાર જેટલા ડીસ્પોસેબલ માસ્કનું વિતરણ કર્યું હતું.
ગાંધીનગર શહેરમાં કોરોના વાઈરસના અત્યાર સુધી 9 કેસ પોઝિટિવ આવ્યાં છે. જેમાં ચાર કેસ તો માત્ર સેક્ટર 29ના એક જ પરિવારના આવ્યાં છે. ત્યારે સંખ્યાની દ્રષ્ટિએ જોવા જઈએ તો ગાંધીનગર શહેરમાં પોઝિટિવ કેસનો આંકડો ટકાવારીમાં ખૂબ જ ઊંચો જોવા મળે છે. ત્યારે શહેરના સેક્ટર 29 રહીશ અને કોર્પોરેટર રોશન પરમાર, પેથાપુર કોર્પોરેટર સોફિયા પરમાર અને ગાંધીનગર શહેરના પ્રથમ પૂર્વ ડેપ્યુટી મેયર યુસુફ પરમારના પરિવાર દ્વારા શ્રમજીવી વસાહતોમાં માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું.
પરમાર પરિવારના સભ્ય સોફિયા પરમારે કહ્યું કે, ગાંધીનગર શહેરમાં કોરોના વાયરસના 9 કેસ પોઝિટિવ આવ્યાં છે. ત્યારે નાગરિકોએ આ બાબતે તકેદારી રાખવી ખૂબ જ જરૂરી છે. પૈસાવાળા લોકો ક્યાંયથી પણ માસ્ક અને સેનેટાઈઝરની ખરીદી કરી લેતાં હોય છે. પરંતુ ઝૂંપડપટ્ટીમાં રહેતાં ગરીબોને માસ્ક મેળવવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે. હાલના સમયમાં તેમની રોજગારી છીનવાઈ ગઈ છે. ત્યારે આવકનું સાધન પણ કંઈ નથી, તેવા સમયે સેનેટાઈઝર લાવવા નાણાં પણ મુશ્કેલ થઈ પડે છે. ત્યારે આ વિસ્તારમાં પાંચ હજાર જેટલા માસ્કનું ગાંધીનગર અને પેથાપુરમાં વિતરણ કર્યું હતું.