ગાંધીનગર : આજની બેઠકમાં તમામ પ્રધાનો પોતાના જિલ્લા કલેકટર ઓફિસથી વિડિઓ કોંફરન્સના માધ્યમથી કેબિનેટ બેઠકમાં જોડાયાં હતાં. જ્યારે કોરોનાને નાથવા માટેની મહત્વની ચર્ચા કરવામાં આવી હતી.
કોરોનાના કહેર વચ્ચે વીડિયો કોંફરન્સથી કેબિનેટ બેઠક યોજાઇ - કેબિનેટ બેઠક
કોરોના વાઇરસની મહામારીને લઈને સમગ્ર દેશ લોકડાઉન છે ત્યારે ગુજરાત રાજ્યની જો વાત કરવામાં આવે તો બુધવારના દિવસે રાજ્ય સરકારની કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવે છે પરંતુ આજે ફરી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કેબિનેટ બેઠક યોજી હતી.
મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને આ સતત છઠ્ઠી કેબિનેટ બેઠક વીડિયો કોન્ફરન્સ માધ્યમથી યોજાઈ હતી. નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલ તેમ જ શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજા ગાંધીનગરથી અને અન્ય પ્મંરધાનો પોતાના જિલ્લાના જિલ્લા સેવા સદનથી આ વીડિયો કોન્ફરન્સ કેબિનેટમાં જોડાયાં હતાં. મુખ્ય સચિવ અનિલ મુકીમ, સીએમના મુખ્ય અગ્રસચિવ કે કૈલાસનાથન તેમ જ પોલીસ મહાનિર્દેશક શિવાનંદ ઝા સ્વર્ણિમ સંકુલના તાપી સમિતિ ખંડથી આ કોન્ફરન્સમાં સહભાગી થયાં હતાં.