ગાંધીનગર : રાજ્યના અગ્ર સચિવ જયંતિ રવિ પ્રેસ કોન્ફરન્સમાં પણ હવે પૂરી વિગતો આપતા નથી. ઔપચારિકતા પુરતો જ પ્રેસ કોન્ફરન્સ યોજતા હોય તેવું આજની પ્રેસ ઉપરથી જોવા મળ્યું હતું. માત્ર તેમણે કુલ આંકડો જણાવ્યો હતો. કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમા વધુ નવા 398 કેસ નોંધાયા છે. સાંજ સુધીમાં 24 કલાક દરમિયાન અમદાવાદમાં 278, સુરતમાં 41, વડોદરામાં 25, ગાંધીનગરમાં 10, બનાસકાંઠા 4, અરવલ્લીમાં 2 કેસ નોંધાયા છે. 21 લોકોના મૃત્યુ થયા છે. 5126 લોકો હાલ સારવાર હેઠળ છે અને 31 લોકો વેન્ટિલેટર હેઠળ છે. 454 લોકો સ્વસ્થ થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
રાજ્યમાં કોરોના વાઇરસના દર્દીઓની સંખ્યા ઘટાડવા '10' દિવસનો પ્લાન, પોઝિટિવ કેસની કુલ સંખ્યા 8155 પર પહોંચી - '10' day plan to reduce the number of coronavirus patients
રાજ્યમાં જે પ્રમાણે કોરોના વાઇરસના કેસ વધી રહ્યા છે, તે જોતા લાગી રહ્યું છે કે, હવે સરકારનું હથિયાર કામ કરતું નથી. હવે હોસ્પિટલમાં દસ દિવસ બાદ દર્દીને રજા આપવાનો પ્લાન બનાવવામાં આવ્યો છે. તેવા સમયે માત્ર સરકારના ચોપડે દર્દીઓની સંખ્યા ઓછી જોવા મળે તે જ ઉદ્દેશ હોય તેવું સામે આવી રહ્યું છે. આવા સમયે પણ આજે રાજ્યમાં નવા 398 કેસ નોંધાયા છે. જ્યારે કુલ આંકડો 8155 પર પહોંચ્યો છે.
છેલ્લા નવ દિવસની સરખામણીએ સ્વસ્થ થયાની સંખ્યા 32.64 ટકાએ પહોંચી છે. કેન્દ્ર સરકાર દ્વારા ગઈકાલથી કોરોના વાઇરસના સંક્રમિત દર્દીઓને રિકવર થયા પછી ડિસ્ચાર્જ કરવાની પોલિસીમાં બદલાવ કરવામાં આવ્યો છે. જેને લઈને આ ટકાવારી વધી છે. આ સાથે ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીનો કોરોનાના કેસનો કુલ આંક 8155 થયો છે. જ્યારે સૌથી વધુ કેસ ધરાવતા અમદાવાદમાં અત્યાર સુધીનો કુલ આંક 5818 થયો છે. સમગ્ર ભારતમાં અત્યાર સુધી કુલ કેસ 64 હજાર આસપાસ થઈ ગયા છે અને 2128 લોકોના મૃત્યુ નિપજ્યા છે. અત્યાર સુધી કુલ 20 હજાર લોકો સ્વસ્થ થતા સારવાર બાદ રજા આપવામાં આવી છે.