ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 998 કેસ નોંધાયા, 777 ડિસ્ચાર્જ, કુલ કેસ 49439

રાજ્યમાં કોરોના વાઈરસના આંકડામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોના વાઈરસ રોજ નવા વિક્રમ બનાવી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 998 કેસ સામે આવ્યાં છે.

998 covid-19 cases were reported in the state
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 998 કેસ નોંધાયા

By

Published : Jul 20, 2020, 8:19 PM IST

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાઈરસના આંકડામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોના વાઈરસ રોજ નવા વિક્રમ બનાવી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 998 કેસ સામે આવ્યાં છે. જ્યારે કોરોના વાઈરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા સૌથી વધુ 20 દર્દીનાં મોત થયાં છે. રાજ્યમાં કોરના વાઈરસના કુલ 49439 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. જો કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી આજે 777 દર્દીઓને રજા પણ આપવામાં આવી છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 998 કેસ નોંધાયા
ગુજરાત કોરોના વાઈરસના કેસમાં ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ મહાપાલિકા વિસ્તારમાં 178, સુરત મહાપાલિકા વિસ્તારમાં 209, વડોદરા મહાપાલિકા વિસ્તારમાં 60, સુરત 75, રાજકોટ કોર્પોરેશન 40, અમદાવાદ 15, ભાવનગર કોર્પોરેશન 26, મહેસાણા 26, ભરૂચ 22, સુરેન્દ્રનગર 20, વડોદરા 18, પાટણ 17, વલસાડ 17, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છ, તાપી, રાજકોટ 16-16, પંચમહાલ 15, અમરેલી, બનાસકાંઠા, જામનગર કોર્પોરેશન, ખેડા, જુનાગઢ 13-13, દાહોદ 12, ગાંધીનગર 12, મહીસાગર 11, નવસારી 10, બોટાદ, જામનગર, મોરબી 9-9, ગાંધીનગર કોર્પોરેશનની 8, નર્મદા 7, આણંદ, જુનાગઢ કોર્પોરેશન, સાબરકાંઠા 6-6, અરવલ્લી 5, દેવભૂમિ દ્વારકા 3 અને છોટાઉદેપુર તથા પોરબંદરમાં 1-1 કેસ સામે આવ્યો છે.જ્યારે 78 દર્દી વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યાં છે. અત્યાર સુધી 2167 લોકોના મોત થયાં છે. જ્યારે અમદાવાદમાં રાજ્યમાં સૌથી વધુ 24568 કેસ નોંધાયા છે. રાજ્યમાં સૌથી વધુ કેસ 5 મહાનગરોમાં સામે આવી રહ્યાં છે. સુરત શહેર રાજ્યમાં આજે પણ સૌથી ટોપ ઉપર રહ્યું છે. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં 209 કેસ સામે આવ્યા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 75 કેસ સામે આવ્યાં છે. 24 કલાકમાં સુરતમાં 284 કેસ સામે આવ્યાં છે. જો કે, હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધુ માત્રામાં કેસ સામે આવી રહ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details