ગ્યાસુદ્દીન શેખે વધુમાં જણાવ્યું કે, સરકાર દ્વારા એફઆરસી લાવવામાં આવી છે, પરંતુ એફઆરસી પણ શાળા સંચાલકોની ગુલામ બની માગ્યા મુજબની ફી મંજૂર કરી દેતી હતી. જેથી અમદાવાદમાં છેલ્લા બે વર્ષમાં 96 સરકારી શાળાઓ બંધ કરી છે. છેલ્લા 2 વર્ષમાં રાજ્યમાં લગભગ 46 સરકાર હસ્તકની શાળાઓ બંધ કરવામાં આવી છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની લગભગ 96 શાળાઓ છેલ્લા પાંચ વર્ષની અંદર બંધ કરવામાં આવી છે. તેનું કારણ છે કે, દિવસે-દિવસે સરકારી શાળાઓનું સ્તર કથળતું જાય છે. જેથી સરકારી શાળાઓ છોડી ખાનગી શાળાઓ સુધી જવા લોકો મજબૂર થયા છે. એફઆરસીમાં 35 હજાર સુધીની ફી લેવાની હોય છે, પરંતુ પ્રાઇવેટ શાળાઓ ગાંઠતી નથી અને તોતીંગ ફી વસુલ કરે છે.
અમદાવાદમાં 5 વર્ષમાં 96 સરકારી શાળાઓને લાગ્યા તાળા, જ્યારે ખાનગી શાળાઓ ગાંઠતી નથીઃ ગ્યાસુદ્દીન શેખ - ગ્યાસુદ્દીન શેખ
ગાંધીનગરઃ રાજ્યમાં વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે. ત્યારે ધારાસભ્યો દ્વારા અનેક પ્રશ્નો અને સમસ્યાઓ પર ચર્ચાઓ કરવામાં આવી રહી છે. આજે વિધાનસભામાં કોંગ્રેસ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે આરોપ લગાવ્યો હતો કે, રાજ્ય સરકાર દ્વારા ખાનગી શાળાઓને પ્રોત્સાહન આપવામાં આવતું હોવાથી સરકારી શાળાઓને તાળા લગાવવામાં આવે છે. જેથી રાજ્યમાં વિદ્યાર્થીઓના વાલી આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યા છે.
મોટી સેલ્ફ ફાઈનાન્સ શાળાઓ 1 લાખ સુધીની ફી ઉઘરાવી રહી છે. અત્યાર સુધીમાં 49 શાળાઓની ફરિયાદ સરકારનો મળી છે, પરંતુ સરકારે તેની સામે કડક પગલા લીધા નથી. RTI હેઠળ જે લોકોને એડમિશન મળ્યા છે તે લોકો જ્યારે નામાંકિત શાળાઓમાં જાય છે. ત્યારે સામેથી કહેવામાં આવે છે કે, લેખિતમાં આપી દો કે અમારે આ શાળામાં એડમિશન મેળવવું નથી. આ બાબત મારી સામે આવી હતી, ત્યારે અમે હોબાળો કર્યો હતો, પરંતુ આજે પણ એવા ગરીબ મધ્યમ વર્ગના બાળકો RTI હેઠળ એડમિશન લે છે તેમની સામે ભેદભાવભર્યું વર્તન કરવામાં આવે છે.
અમદાવાદમાં રિવરફ્રન્ટ બનાવવામાં આવ્યું છે તે સારી બાબત છે, પરંતુ ઘણા બધા કામ હજુ અધૂરા છે. રિવરફ્રન્ટની ઉપર જે રીતે ગંદકી થાય છે, વૃક્ષના રોપા વાવ્યા હતા તે નિકળી ગયા છે અને ઘણી બધી જગ્યાએ ડ્રેનેજ લાઈન તૂટી ગઈ છે. મોર્નિંગ વોક ઉપર જાય ત્યારે લોકોને ઘણી બધી હાલાકી ભોગવવી પડે છે.