ગાંધીનગરઃ માણસા તાલુકાના લોદરા ગામમાં એક પોઝિટિવ કેસ સામે આવતા જીલ્લામાં સંક્રમિતોની સંખ્યા 17 પર પહોંચી છે. બીપી, હૃદયની બીમારી સાથે જીવતા 90 વર્ષની વૃદ્ધાની ટ્રાવેલ હિસ્ટ્રી પણ ચકાસવામાં આવી રહી છે. જીલ્લા સ્વાસ્થ વિભાગ દ્વારા સંપર્કમાં આવેલા 13 જેટલા લોકોને ક્વોરિનટાઈન કરવામાં આવ્યા છે. ચિંતાનો વિષય હજુ પણ એ છે કે ગ્રામ્ય વિસ્તારમાં આવેલા રાચરડા કલોલ અને લોદરા ગામના દર્દીઓ ને કેવી રીતે ચેપ લાગ્યો તે હજુ સુધી જાણી શકાયું નથી.
માણસા તાલુકાના લોદરામાં 90 વર્ષના વૃદ્ધા કોરોના પોઝિટિવ, ગાંધીનગરનો આંકડો 17 થયો
ગુજરાતમાં કોરોનાનો ગ્રાફ સતત વધી રહ્યો છે. રાજ્યમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને હવે ગાંધીનગરમાં પણ કોરોના સંક્રમણ વધતું જાય છે. ચિંતાજનક બાબતએ છે કે, જીલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ત્રીજો કેસ સામે આવ્યો છે. માણસા તાલુકાના લોદરામાં 90 વર્ષના વૃદ્ધાનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ ગાંધીનગરનો આંકડો 17 પર પહોચ્યો છે.
માણસા તાલુકાના લોદરામાં 90 વર્ષની વૃદ્ધા કોરોના પોઝિટિવ, ગાંધીનગરમાં પોઝિટિવનો આંકડો પહોંચ્યો 17 પર
રાચરડા, કોલવડા અને હવે માણસા તાલુકાના લોદરામાં રહેતા 90 વર્ષની વૃદ્ધાને કોરોના પોઝિટિવ આવ્યો છે. ત્યારે હવે માત્ર દહેગામ તાલુકો ગાંધીનગર જિલ્લામાં બાકાત રહ્યો છે.