ગુજરાત

gujarat

ETV Bharat / state

SBI બેન્કમાં ફરજ બજાવતા દંપતિ સહિત 10 લોકો કોરોનામાં સપડાયા - ગાંધીનગર સમાચાર

ગાંધીનગર તાલુકામાં 3, માણસા તાલુકામાં 1 અને કલોલ શહેરમાં 2 મળી 6 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં પાંચ પુરૂષ અને એક સ્ત્રીનો સમાવેશ થાય છે. જ્યારે ગાંધીનગર શહેરમાં 4 કેસ નોંધાયા છે. તેની સાથે શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવનો આંકડો 10 થયો છે.

Corona
ગાંધીનગર

By

Published : Jul 3, 2020, 7:04 AM IST

  • ગાંધીનગર શહેરમાં કોરોનાના નવા 4 કેસ નોંધાયા
  • જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં 12 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા
  • શહેરમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક 486 થયો

ગાંધીનગર : શહેરમાં વધુ ચાર કેસ સામે આવ્યા છે. જેમાં સેક્ટર 3બીમા રહેતાં પતિ પત્ની કોરોના પોઝિટિવ આવ્યા છે. જેમાં 37 વર્ષીય પતિ નવા સચિવાલયમાં આવેલી SBI બેંકમાં ફરજ બજાવે છે. જ્યારે 33 વર્ષીય તેની પત્ની શહેરમાં આવેલી મેઇન બ્રાન્ચમાં ફરજ બજાવે છે. જયારે 3D માં રહેતો 39 વર્ષીય યુવક અમદાવાદ રેલવેમાં પેરામિલેટ્રી ફોર્સમાં ફરજ બજાવે છે. તે ઉપરાંત સેક્ટર 26 ગ્રીનસિટીમાં રહેતી 57 વર્ષીય ગૃહિણી કોરોના સંક્રમિત થઇ છે.

જિલ્લામાં નોધાયેલા કોરોનાના કેસોમાં ગાંધીનગર તાલુકાના અડાલજ ગામમાં 52 અને 44 વર્ષીય પુરૂષ અને વાવોલ ગામમાં 44 વર્ષીય યુવાનને કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. માણસા તાલુકામાં પરબતપુરા ગામમાં 54 વર્ષીય પુરૂષ અને કલોલ શહેરમાં 56 વર્ષીય પુરૂષ તથા 75 વર્ષીય મહિલાને કોરોના પોઝિટિવ આવ્યો છે. ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમા 12 દર્દીઓએ કોરોનાને પરાસ્ત કરતાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

આ સાથે જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક 486એ પહોંચ્યો છે. જેમાં 104 દર્દીઓ સારવાર હેઠળ છે. તેમજ 341 વ્યક્તિઓ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 35 વ્યક્તિઓના મૃત્યૃ થયા છે. તેમજ 15115 વ્યક્તિઓને ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. જેમાં 15068 વ્યક્તિઓ હોમ ક્વોરોન્ટાઇન, 8 વ્યક્તિઓ સરકારી ફેસીલીટીમાં ક્વોરોન્ટાઇન અને 39 વ્યક્તિઓ ખાનગી ફેસીલીટીમાં ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details