ગાંધીનગરઃ કોરોના વાયરસ ગાંધીનગર શહેર અને જિલ્લાને હવે ધમરોળી રહ્યો છે જિલ્લાના ચાર તાલુકાઓમાં કેસ એક પછી એક સામે આવી રહ્યાં છે. છેલ્લાં 12 કલાકમાં વધુ બે કેસ સામે આવ્યાં છે કલોલ ગણેશ કુંજ સોસાયટીમાં રહેતાં 63 વર્ષીય મહિલા કોરોના પોઝિટિવ આવી છે. આ મહિલા ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં આંખની સમસ્યા લઇને સારવાર માટે આવી હતી. ત્યારબાદ કલોલની અલગ અલગ હોસ્પિટલમાં અન્ય બીમારીને લઇને, જ્યારે છેલ્લે અમદાવાદ હોસ્પિટલમાં સારવાર માટે ગયાં હતાં. જ્યાં બે કલાક કરતા વધુ સમય માટે અલગ-અલગ રિપોર્ટ માટે ફર્યાં હતાં. આરોગ્ય વિભાગ દ્વારા આ મહિલાના સંપર્કમાં આવેલા 11 જેટલા લોકોને કોરેનટાઇન કરવામાં આવ્યા છે.
સેક્ટર 3 ન્યૂમાં 32 વર્ષી ડૉક્ટર, કલોલમાં 63 વર્ષી મહિલા પોઝિટિવ - સીએમ વિજય રુપાણી
કોરોનામુક્ત થઈ ગયેલા ગાંધીનગરમાં હવે કેસ વધી રહ્યાં છે. આજે ગાંધીનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વધુ એક-એક કેસ સામે આવ્યાં છે. શહેરમાં સેક્ટર-3 ન્યૂમાં 32 વર્ષી તબીબ અને કલોલમાં 63 વર્ષી મહિલાનો કોરોના પોઝેટીવ આવ્યો છે. તેની સાથે જિલ્લામાં 39 ઉપર પહોંચ્યો છે.
બીજી તરફ ગાંધીનગર શહેરના સેકટર 3 ન્યુમાં રહેતાં 32 વર્ષીય તબીબ કોરોના પોઝિટિવનો ભોગ બન્યાં છે. આ તબીબ અમદાવાદની એલ.જી.હોસ્પિટલમાં નોકરી કરે છે. જ્યારે છેલ્લા એક મહિનાથી નિકોલમાં આવેલી કોરેન સેન્ટરમાં ફરજ બજાવતાં હતાં. તબીબના ઘરના પાંચ જેટલા સભ્યોને કોરેન્ટાઇન કરવામાં આવ્યાં છે.
ગાંધીનગર શહેર અને જિલ્લામાં કુલ 39 કેસ નોંધાવા પામ્યાં છે. મહત્વની બાબતે છે કે ગાંધીનગર શહેર હવે મોટા પ્રમાણમાં કોરોના પોઝિટિવ દર્દીઓનું નગર બનવા તરફ આગળ વધી રહ્યુ છે. બીજી તરફ કોરોના વોરિયર્સ તબીબ, પોલીસ અને પત્રકારો ભોગ બની રહ્યાં છે.