ગુજરાત

gujarat

ETV Bharat / state

ગાંધીનગરના બાળ સંરક્ષણ ગૃહમાંથી 3 કિશોરો લોખંડની ગ્રીલ તોડી ભાગી ગયા - કચેરી અધિક્ષક દ્વારા ફરિયાદ

ગાંધીનગરમાં બાળ સંરક્ષણ ગૃહમાંથી ત્રણ કિશોરો લોબીના લોખંડના સળિયા તોડી ભાગી ગયા હતા. 3 કિશરો બાળ સંરક્ષણ ગૃહમાંથી નાસી છૂટયાની ફરિયાદ સેક્ટર- 21 પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. પોલીસે ફરિયાદને આધારે નાસી છૂટેલા યુવકોની શોધખોળ સીસીટીવીના આધારે હાથ ધરી છે.

ગાંધીનગરના બાળ સંરક્ષણ ગૃહમાંથી 3 કિશોરો લોખંડની ગ્રીલ તોડી ભાગી ગયા
ગાંધીનગરના બાળ સંરક્ષણ ગૃહમાંથી 3 કિશોરો લોખંડની ગ્રીલ તોડી ભાગી ગયા

By

Published : Oct 21, 2021, 7:10 AM IST

  • ગાંધીનગર બાળ સંરક્ષણ ગૃહ 3 બાળકો ભાગી ગયા
  • અગાઉ પણ બાળકો નાસી જવાની ઘટનાઓ બની
  • લોબીની ગ્રીલના સળિયા તોડી જતા રહ્યા

ગાંધીનગર : ગાંધીનગરના સેક્ટર-17માં બાળ સંરક્ષણ ગૃહ આવેલું છે. જ્યાં બાળકોની સંભાળ અને રક્ષણનું ધ્યાન રાખવામાં આવે છે. જેમાં 6 વર્ષથી 18 વર્ષ સુધીના બાળકો રાખવામાં આવી રહ્યા છે. રાત્રે અંધારાનો લાભ લઈ આ ત્રણેય બાળકો સળિયા તોડી ભાગી છૂટયા હતા. આ ઘટનાની પોલીસને જાણ કરતા પોલીસ હરકતમાં આવી છે, અને સીસીટીવીના આધારે બાળકોની શોધખોળ કરી રહી છે.

બાળ સંરક્ષણ ગૃહમાંથી 3 બાળકો ભાગી છૂટ્યા
ગાંધીનગરના સેકટર - 17 માં આવેલા બાળ સંરક્ષણ ગૃહમાંથી 3 બાળકો ભાગી છૂટ્યા હતા. આ ઘટના અંગેની કચેરી અધિક્ષક મેહુલભાઈ તેરૈયા ફરિયાદ દાખલ કરાવી હતી. જેમની ફરિયાદ મુજબ આશ્રિત ત્રણ બાળકો રસોડા પાછળની લોબીના લોખંડના સળિયા તોડી જતા રહ્યા છે. જે અંગે સીસીટીવી ચેક કરતા માલૂમ પડ્યું હતું કે દિવાલના સળિયા તૂટેલા છે. રાત્રે 1:00 વાગે અજય સાકેત, (ઉંમર 16 રહે સરોની, મદયપ્રદેશ),દિનેશ યાદવ, (ઉંમર 16 રહે બિહાર) તેમજ આદિત્ય ઉંમર 16 જવાનું સરનામું નથી. જે ભાગી ગયા હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે ગુનો નોંધી ગુમ બાળકોને શોધવા દોડધામ શરૂ કરી છે.

આ પહેલા પણ બાળ ગૃહમાંથી ભાગી જવાના બનાવો બન્યા
આ ત્રણ બાળકો બાળ સંરક્ષણ ગૃહમાંથી રાત્રી દરમિયાન નાસી છૂટયા છે. જોકે પોલીસ ફરિયાદમાં કાયદેસરના વાલીપણામાંથી કોઈ જાણકારી આપવામાં આવી નથી. જેથી કોઈ લલચાવી ફોસલાવી સંસ્થાની બહાર બોલાવી અપહરણ કરી લઈ ગયેલ હોય તેની તપાસ કરવામાં આવે તે પ્રકારનો પણ ઉલ્લેખ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. જોકે આ પહેલા પણ બાળ સંરક્ષણ ગૃહમાંથી બાળકો ભાગી જવાની ફરિયાદ અગાઉ પણ નોંધાઈ ચુકી છે.

ABOUT THE AUTHOR

...view details