પાંચમાંથી ત્રણ મૃતકોના મોત આયુર્વેદિક સિરપ પીવાથી થયા - DGP વિકાસ સહાય ગાંધીનગર: ગુજરાતના બોટાદ જિલ્લામાં લઠ્ઠાકાંડ થયાને હજુ સમય વીત્યો નથી. ત્યારે ખેડા જિલ્લામાં પણ લઠ્ઠાકાંડ થયું હોવાની શંકા ઊભી થઈ હતી. આ મામલે રાજ્યના પોલીસવડા વિકાસ સહાયે મહત્વનું નિવેદન આપ્યું હતું કે પાંચમાંથી ત્રણ મૃતકોના આયુર્વેદિક સિરપ પીવાથી મોત થયા છે.
ખેડામાં જે મૃત્યુ થયા છે તે બાબતે ખેડા SP દ્વારા અને ગાંધી અમદાવાદ રેન્જ IG દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને આ તપાસમાં પ્રાથમિક ધોરણે ત્રણ યુવકોએ આયુર્વેદિક કપ સીરપ પીધી હતી અને તેના કારણે તેઓના મૃત્યુ થયા છે. જ્યારે બે લોકોના મૃત્યુ થયા છે તે હજુ શંકાશીલ છે. જે વ્યક્તિએ ખેડાના બિલોદરા ગ્રામ્ય વિસ્તારમાં કફ સિરપનું વેચાણ કર્યું છે તેની ધરપકડ કરવામાં આવી છે અને પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. - વિકાસ સહાય (DGP, ગુજરાત રાજ્ય)
DGP વિકાસ સહાયે વધુમાં જણાવ્યું હતું કે આરોપીએ લગભગ 55થી વધુ લોકોને આ કફ સીરપનું વેચાણ કર્યું છે જેમાં હવે તમામ લોકોને પોલીસ આઇડેંન્ટીફાઈ કરીને પૂછપરછ કરી રહી છે.આ સમગ્ર ઘટનામાં 5 પાંચ લોકોના મૃત્યુ થયા છે. જેમાં 3 મોત કફ સિરપ અને 2 લોકોના મોત અંગે તપાસ થઈ રહી છે. આ ઘટનાની તાત્કાલિક તપાસ ખેડા અને અમદાવાદ ગ્રામ્ય રેન્જ આઈજી અને સ્ટેટ મોનેટરિંગ સેલ દ્વારા શરૂ કરવામાં આવી છે.
બે વ્યક્તિની અટકાયત: પ્રાથમિક માહિતીની વાત કરવામાં આવે તો એક આયુર્વેદિક દવા છે. આ આયુર્વેદિક દવા કિશોર નામનો વ્યક્તિ વેચાણ કરતો હતો. આ દવા 50થી 55 લોકોને આપવામાં આવી છે અને આ કફ સીરપ ટોનિક જેવી દવા છે અને આ પીવાથી ત્રણ લોકોના મોત થયા છે. બીજા બે મોતના કારણ અંગે તપાસ થઈ છે. દવા ક્યાંથી આવી ? ક્યાંથી લઈ આવ્યા ? તે બાબતે પણ તપાસ કરતાં વધુ બે વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે.
દવાના મેન્યુફેક્ચરિંગમાં ડિફેક્ટ થયું હોય અને મિથેનોલનું પ્રમાણ વધ્યું હોય તેવું પણ થઈ શકે છે. જેટલા લોકોને દવા આપી છે તે તમામ લોકોની આરોગ્ય તપાસ પણ કરવામાં આવી છે. બધા સ્વચ્થ છે, એકની તબિયત ખરાબ લાગતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 12% થી ઓછું મિથેનોલ હોય તેમાં લાઇસન્સની જરૂર હોતી નથી. તેવો જવાબ રાજ્યના ફૂડ & દ્રગ્સ વિભાગ દ્વારા આપવામાં આવ્યો હોવાની વાત DGP વિકાસ સહાયે આપી હતી.
ફૂડ & ડ્રગ્સ વિભાગનો જવાબ:
ખેડા પોલીસે આ આયુર્વેદિક દવાનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. ત્યારે આ જથ્થાને સમીક્ષા અને તપાસ માટે વિભાગને પત્ર પણ લખવામાં આવ્યો હતો. જેમાં વિભાગે લેખિતમાં જણાવ્યું છે કે ASAVA-ARISHTA આયુર્વેદિક દવા બનાવટમાં સેલ્ફ જનરેટર આલ્કોહોલની માત્રા નિયત કરવામાં આવેલ છે અને તેનો ઉપયોગ ડોક્ટરના સલાહ સુચન મુજબ દર્દીઓ દ્વારા કરવામાં આવતો હોય છે. જ્યારે આ કિસ્સામાં આયુર્વેદિક બનાવટનો ઉપયોગ નશાકારક તરીકે થતો હોય તો ગુજરાત નશાબંધી અધિનિયમ મુજબ કાર્યવાહી કરી શકાય જ્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા નિયમોને ધ્યાને રાખતા એવું પણ કહેવામાં આવ્યું છે કે આપની કચેરી દ્વારા જે આયુર્વેદિક સિરપના જથ્થાને કબજે લેવાની કાર્યવાહી કરવામાં આવેલ હતી. તેમાં નિયમો હેઠળ આયુર્વેદિક દવાના વેચાણ સંગ્રહ વિતરણ અંગે કોઈપણ પ્રકારના લાયસન્સ મેળવવાના રહેતા નથી. આયુર્વેદિક દવાના ઉત્પાદન માટે જ લાયસન્સની જરૂર રહે છે. સામાન્યરીતે આયુર્વેદિક પેઢી દ્વારા જે તે બનાવટની અંદર લેબલ મુજબ તત્વો રહેતા હોય છે અને આ આયુર્વેદિકની બનાવટ અંગે નિયમ 168 મુજબ સ્ટાન્ડર્ડ નક્કી કરવામાં આવેલ છે. તેનાથી વધારે પ્રમાણમાં આલ્કોહોલ હોવું જોઈએ નહીં.
- ખેડામાં પાંચ લોકોના શંકાસ્પદ મોત, લઠ્ઠાકાંડની આશંકા
- ખેતરથી રસોડા સુધી પહોંચતા શાકભાજી કેમ થઈ જાય છે મોંઘી, જાણો